દિપ દ્વારા દિવ્યતા પ્રાપ્ત કરવાનો અવસર
October 27, 2008 Leave a comment
દિપ દ્વારા દિવ્યતા પ્રાપ્ત કરવાનો અવસર
દિપાવલી એટલે અસંખ્ય દિપોનો પ્રકાશ, આ ઘનઘોર પ્રકાશ દિપોત્સવના રૂપમાં મનાવાય છે. જે ઘેરા અંધકારના ગુહ્ય મર્મને ભેદીને ચારે બાજુ ઉજાસ અજ્વાળું ફેલાવી દે છે. આ કાલરાત્રિમાં દિપોને રંગીન પ્રકાશ રીમઝીમ રીમઝીમ વરસે છે.
સૂક્ષ્મરૂપમાં એનાથી અનંતગણું અમૃત તથા દિવ્ય જ્યોતિ આ મૃત્યુલોકમાં મૂશળધાર રૂપે વરસે છે. એના કારણે આ જ્યોતિને ધારણ કરવા માટે અનેક પ્રકારની ગુહ્ય સાધનાઓ, તાંત્રિક તથા આધ્યાત્મિક ક્રિયાઓ સંપન્ન કરવામા આવે છે.
દીપાવલીના અસંખ્ય દીપકોમાં કેટલાક દીપકો જ બરોબર પ્રજ્વલિત રહેવાનો સંકલ્પ કરે. એવો સંકલ્પ, જે પ્રજ્વલિત થયા પછી અને બુઝાતા પહેલા અગણિત બીજા દીપકો પ્રગટાવી જાય, એનાથી એક દીપથી બીજો દીપ સળગશે અને દેશના ઘર-આંગણ જ નહીં, ખેત-ખલિહાન, ગામ-શહેર અને પ્રાંત બધા જ ઝગમગવા લાગશે.
આ મહાપુરુષાર્થ વગર આ પ્રકાશ, ઉમંગ તથા ઉલ્લાસનું પર્વ પ્રશ્નોની જાળમાં ગૂંચવાયેલું જ રહેશે.
માટીના દીવા કેવળ થોડીવાર માટે જ ઘર-આંગણને રોશન કરી શકે છે, મન-આંગણના ઉજિયારા-અજવાળા માટે શ્રધ્ધા તથા સંવેદનાના દીપ જોઈએ. એ દીપ કદી બુઝાવો ન જોઈએ. ભલે તે કર્મકાંડોના વિધિ-વિધાન હોય કે રાષ્ટ્ર માટે સમર્પિત મહાપુરુષાર્થરૂપી કર્મયોગ હોય, બધા માટે એવા શ્રધ્ધાશીલ દીપ પ્રજ્વલિત થાય તો દીપાવલીની મહત્તા તથા સાર્થકતા સિદ્ધ થઈ જશે.














પ્રતિભાવો