દિપોત્સવની જ્યોત :-
October 27, 2008 Leave a comment
દિપોત્સવની જ્યોત :-
દિપાવલી એટલે શ્રધ્ધા તથા વિશ્વાસના દીપોને પ્રગટાવવાનું પર્વ, આ પાવન પર્વ પર માતા લક્ષ્મી તથા વિઘ્નવિનાશક ગણેશના પૂજનની પરંપરા છે, આર્ષગ્રંથોના પાને -ના આ વિવિધ પરંપરાઓથી ભરેલા પડ્યા છે. જો શ્રદ્ધાપૂર્વક આ પરંપરાઓને ક્રીયાશીલ કરવામાં આવી હોત તો સંભવ છે કે આજે આપણો જનસમાજ તથા રાષ્ટ્રમાં વિજય, સમૃદ્ધિ તથા સદ્દબુદ્ધિ રીસાઈ ન જાત. કમી પરંપરાઓમાં નથી, પૂજન કરનારાઓમાં છે, તેમની અપાર ધન-સંપત્તિ તો કાળી છે, સાથે જ તેમનું દિલ પણ કાળું છે. સમૃદ્ધિ, વૈભવ તથા એશ્વર્યને પ્રતીક માતા લક્ષ્મી તથા સદ્દબુદ્ધિઅ ર્ત્દ વિઘ્નવિનાશકના જવલંત સ્વરૂપ ગણેશજી સમવેંત વિધાનોની ત્રુટિઓને ક્ષમાં કરી દે, પરંતુ કાળા દિલના, પૂજનને કેવી રીતે સ્વીકારી લે. ભગવતી લક્ષ્મી તથા ભગવાન ગણેશ તો ત્યારે પ્રસન્ન થઈ શકે છે, જયારે કાળા ધનના અંબાર પર બેસીને કાળા ચહેરાવાળા ધનિક નહીં, પરંતુ સામાન્ય માણસ, નિર્મળ આત્મા સાથે તેમને સમવેંત ભાવથી પૂજે, સમવેત સ્વરોમાં પોકારે.
આ આપણું દુર્ભાગ્ય છે, પરંતુ તેને રાષ્ટ્રીય દુર્ભાગ્ય જ કહેશું કે આજે દીપોત્સવની જ્યોતિ જયાં સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવતી, ત્યાં કાળા ધનની કાલિમામાં કૈદ થઈને રહી છે. આ કાળું ધન મોંઘવારીનો મસિયાઈ ભાઈ છે. આ બંન્નેના સામેલ પ્રયાસનું પરિણામ એ જ છે કે આજે આપણા દેશમાં કંગાળી, બેહાલી, અને ગરીબીની તંગ ગલીઓ આ ઝગમગાતી એશ્વર્યશાળી, સંપન્નોની વચ્ચેથી પસાર થાય છે. તેથી જીવનના તિમિર માર્ગોથી પસાર થતા આજે લોકોનો જયોતિપર્વ કેટલો રોશન કરી શકે છે. સામાન્ય માનવીએ પણ પોતાના આળસ અને પ્રમાદ છોડીને પ્રબળ પુરુષાર્થને અપનાવવો જોઈએ. પોતાની સક્રિયતા તથા શ્રમથી સમૃદ્ધની દેવી માતા લક્ષ્મીની અભ્યર્થના કરવી જોઈએ.














પ્રતિભાવો