આત્મીયતા ફેલાવો
November 13, 2008 Leave a comment
આત્મીયતા ફેલાવો
સામુહિકતાની સાથે જોડાયેલ શક્તિ અને પ્રગતિને ગંભીરતાપૂર્વક સમજો અને એકલા રહેવાના બદલે એકબીજાના સહયોગની વ્યવસ્થા કરો. પારસ્પરિક સહયોગનું આદાનપ્રદાન જેટલું થાય તેટલું કરો, પરંતુ તે માત્ર સારા ઉદ્દેશ્ય માટે જ હોવું જોઈએ. કુચક્ર ન રચે અને ષડયંત્રો કરનારાં સંગઠનોને સહયોગ ન આપો.
આત્મીયતાનું ક્ષેત્ર વ્યાપક બનાવો. થોડાક લોકોને જ પોતાના માનીને તેમની જ ઈચ્છાઓ પૂરી કરવાના તથા તેમને ભેટો આપ્યા કરવાના મોહમાં ન ફસાઈ જાવ. પોતાની શક્તિને સત્પ્રવૃતિઓ વધારવામાં વાપરો. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને ચાહો. બધાને પોતાના અને પોતાને બધાના માનો.
આ આત્મવિસ્તારનું વ્યાવહારિક સ્વરૂપ લોકમંગલની સેવાસાધનાથી જ શોભે છે














પ્રતિભાવો