જિંદગી સંગ્રામ છે
November 13, 2008 Leave a comment
જિંદગી સંગ્રામ છે
આજે આદર્શોની વાત કહેવા-સાંભળવા પૂરતી જ રહી ગઈ છે. કથા કહેવા, સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એ માન્યતા જ સરળ લાગે છે. કઠોર કાર્ય સાથે સંબંધ જોડતા બધા ડરે છે. પછી પોતાનો માર્ગ એકલાના નિશ્ચયથી કઈ રીતે બને? “એકલા ચાલો” વાળું ગીત ગાવામાં ઉત્સાહવર્ધક છે, પણ તેને કરી બતાવવામાં છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે.
આપણા પોતાના કુસંસ્કાર જ લોભ, મોહ તથા અહંકારની બેડીની જેમ બંધન બની જાય છે. આ બંધનોને તોડી ન શકાય તો કમ સે કમ શિથિલ તો કરવાં જ પડશે. નહિ તો નથી સંકલ્પ જાગતો કે નથી તો પ્રયત્ન થઈ શકતો, જેના સહારે નવસર્જનના સંદર્ભમાં કંઈક કહી શકાય એવું પરાક્રમ થઈ શકે. તેઓ પોતાની આંતરિક દ્વિધાને દૂર કરે છે, પોતાનો માર્ગ પોતે જ બનાવી લેવાં કટિબદ્ધ થઈ જાય છે તેના માટે સંભવ છે કે ‘ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં, ત્યક્તોત્તિષ્ઠ પરંતપ’ વાળા ગીતાસારને જીવનમાં ઉતારી શકે.














પ્રતિભાવો