સદ્દભાવના અને સજ્જનતા વધારીએ.
November 13, 2008 Leave a comment
સદ્દભાવના અને સજ્જનતા વધારીએ.
વ્યક્તિનું છીછરું સ્તર, વિચારોમાં નિકૃષ્ટતા અને ભાવનાઓમાં સંકુચિત સ્વાર્થ પરાયણતા હોવાના કારણે અનેક પ્રકારની દુષ્પ્રવૃતિઓ ફેલાય છે અને દુર્ઘટનાઓ થાય છે. ધન, બુદ્ધિ, સાધન તથા પદાર્થોની આ દુનિયામાં કમી નથી. તે એટલી પ્રચુર માત્રામાં છે કે જો તેમનો સદ્દપયોગ કરી શકાય તો બધે સુખશાંતિના સોનેરી પ્રસંગો સ્થાપી શકાય છે.
દારિદ્ર, રોગ, શોક, ગુનાખોરી, કલેશ, કલહ, દુર્ભાવ, દ્રેષ તથા વિપત્તિની અનેક સમસ્યાઓ કેવળ માનવીય દુર્બુદ્ધિ કે દુર્બળતાને કારણે જ ઉત્પન્ન થઈ રહી છે. જયાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાંસુધી વિજ્ઞાનની સિદ્ધિઓ, શિક્ષણ, સંપત્તિ, ચિકિત્સા, કાનૂન વગેરેમાં ગમે તેટલો વધારો થશે, તો પણ તેનું કોઈ ચોક્કસ પરિણામ આવશે નહિ.
સંપત્તિમાં વૃદ્ધિ ત્યારે જ ઉપયોગી થઈ શકે છે, જ્યારે સદ્દભાવના, સદ્દપ્રવૃત્તિ, સજ્જનતા, સૌજન્ય વગેરેમાં પણ નિરંતર વૃદ્ધિ થતી રહેશે.














પ્રતિભાવો