જ્ઞાનથી જ બંધન તૂટે છે :
November 24, 2008 Leave a comment
જ્ઞાનથી જ બંધન તૂટે છે :
જ્ઞાન જ એક માત્ર એવો પ્રકાશ છે, જેના આધારે જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપની, કૃતિ-આકાતિની, લાભ-હાનિની, બુદ્ધિમત્તા તેમજ મૂર્ખામીની સાચી જાણકારી મળી શકે છે અને તે તુચ્છ વાતોની ઉપેક્ષા કરીને મહાન હિતસાધનામાં જોડાઇ શકે છે.
આ જ્ઞાનની પ્રાપ્તિને માટે સૌથી પ્રથમ સાધન છે સ્વાધ્યાય. સદ્દગ્રંથોના માધ્યમથી સત્ પુરુષોનો, વિદ્ધાનો અને ઋષિઓનો આત્મા પ્રત્યેક ક્ષણે સત્સંગ કરવા માટે ઉપસ્થિત રહે છે. જે મહાપુરુષો સ્વર્ગસ્થ થઈ ચૂકયા છે, દૂર રહે છે કે જેમની પાસે સમયનો અભાવ હોય છે તેમની સાથે પ્રત્યેક્ષ સત્સંગ થઈ શકતો નથી. ગ્રંથો દ્વ્રારા તેમનો સત્સંગ, કેટલીકવાર સુધી કોઈપણ સમયે કરી શકાય છે. બધા સદ્દગ્રંથો, જેમાં જીવનની સમસ્યાનો સતોગુણી દ્રષ્ટિકોણથી ઉકેલ આપ્યો હોય તે શાસ્ત્રો સંસ્કૃતમાં જ હોય તે જરૂરી નથી. એવું પણ નથી કે જે કાંઈ જ્ઞાન છે તે સંસ્કૃત શાસ્ત્રોમાં જ છે શાસ્ત્રોનો અર્થ છે – સદ્દસાહિત્ય.
જે પુસ્તકોઅ આત્માને સતની તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે એવા ગ્રંથનું અધ્યયન શાસ્ત્ર અધ્યયન કહેવાય છે. તેમને સ્વાધ્યાય નિમિત્તે વાંચવાનો મનીષીઓએ આદેશ આપ્યો છે. મહાભારતમાં લખ્યું છે –
‘જ્ઞાન સમાન કોઈ નેત્ર નથી, સત્ય સમાન તપ નથી,રાગ સમાન દુ:ખ નથી અને ત્યાગ સમાન કોઈ સુખ નથી.’
-અખંડજ્યોતિ, ડિસેમ્બર-1961, પેજ-34














પ્રતિભાવો