પોતાને બૂરાઈઓથી બચાવો.
મે 17, 2009 Leave a comment
પોતાને બૂરાઈઓથી બચાવો.
વિના વિચાર્યે કોઈ વાત ન કહો. એક શબ્દ ૫ણ નકામો ન બોલો. જેની જરૂર નથી તે વાત છોડી દો. મૌન રહો. આ ક્ષણભંગુર ભૌતિક સુખોના સંસારમાં કોઈ અધિકાર ન રાખો. પોતાના કર્તવ્ય તરફ વિશેષ ઘ્યાન આપો અને અધિકારની વાતો ઓછી કરો. અધિકારની વાતો માનસિક અહંકારથી પેદા થાય છે. અધિકાર માટે ઝઘડવામા નિરર્થક સમય અને શક્તિ ન બગાડો.
આ૫ણો જન્મસિદ્ધ અધિકાર ઈશ્વરજ્ઞાન છે. જાતે જ ભગવાનને મેળવો. ત્યારે જ તમે ત્યાગી મનુષ્ય બની શકો. જો તમારી પાસે સદાચાર બ્રહ્મચર્ય, સત્ય, દયા, શુદ્ધ પ્રેમ, સહનશીલતા, ક્ષમા અને શાંત પ્રકૃતિ વગેરે ગુણ હશે તો એ ઘણા બધા દુર્ગુણોનો નાશ કરશે. જો તમે તમારું પૂરું ઘ્યાન દુર્ગુણો દૂર કરવામાં સતત રાખશો તો ધીરેધીરે દુર્ગુણો ૫ણ દૂર થઈ જશે.
જો તમે કોઈ મોટા મહત્માના સંગમાં રહેશો તો તેમના આકર્ષક તેજ અને આઘ્યાત્મિક વિદ્યુતશક્તિના પ્રભાવથી તમને મોટો લાભ થશે. તેમનો સંગ તમારા માટે કિલ્લાનું કામ કરશે. તમારા ૫ર ખરાબ વાતોની અસર નહીં થાય. ૫ડતીનો ડર નહીં રહે અને તમારી આઘ્યાત્મિક ઉન્નતિ જલદી થશે.
આત્માનુસંઘાન તથા અંતર અવલોકન ઘ્વારા પોતાના દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરો. આ જ સાચી સાધના છે. તે મુશ્કેલ હોવા છતાં પોતાનું સર્વસ્વ અર્પણ કરીને તેને પ્રાપ્ત કરવી પડશે.
-અખંડજયોતિ, એપ્રિલ-૧૯૫૧, પેજ-૮














પ્રતિભાવો