સત્ય અને અસત્યનું અંતર

સત્ય અને અસત્યનું અંતર

દ્રષ્ટિ બે હોય છે. એક સત્ય અને બીજી અસત્ય. સત્ય એ છે, જે ભાવનાઓના સુખદુઃખને સમજે છે અને પોતાની અંદર તથા બીજાઓ દ્વારા સદ્દભાવ વધારવામાં સુખ અને સંતોષ અનુભવે છે. અસત્ દ્રષ્ટિ એ છે, જે વસ્તુઓ, ધન, ર્સૌદર્ય, વૈભવ, ભોગ અને ઐશ્વર્યમાં આનંદ અનુભવે છે. જે વ્યક્તિની જેવી દ્રષ્ટિ હશે તે તેના આધારે જ ઈચ્છા, કલ્પના, યોજના તેમજ કાર્ય કરશે. તે પ્રમાણે ખરાબ વસ્તુઓ તેની યોગ્યતા અને કાર્યક્ષમતાના આધારે પ્રાપ્ત થતી જશે.

બે દિશાઓમાં જતા રેલવેના પાટા જયાં મળે છે. ત્યાં થોડોક વળાંક અને અંતર હોય છે, ૫ણ આ થોડાક અંતરને કારણે એક રેલવે કલકત્તા અને બીજો મુંબઈ ૫હોંચી જશે. બંનેના કાર્ય અને ૫રિણામમાં સેંકડો માઈલોનું અંતર આવી જાય છે. દ્રષ્ટિકોણ સત્ અને અસત્ય હોવાનું થોડુંક અંતર એક વ્યક્તિને મહાપુરુષ બનાવી દે છે અને બીજાને મહાપાપીનું રૂ૫ આપી દે છે.

ઉચ્ચ કોટિની સદ્દભાવનાને કારણે એક દુર્બળ, નમાલો અલ્પ વિદ્યાવાળો મનુષ્ય મહાત્મા ગાંધી બની જાય છે. કયારેક કયારેક પોતાની પ્રતિભા, વિદ્યા અને સામર્થ્યથી બીજાને અચંબામાં નાંખી દેનારા લોકો નરપિશાચ બની જાય છે. અંતઃલક્ષ્યનો થોડોક ફેરફાર શરીર, પ્રાણ અને મનની ઈચ્છાઓ તથા ચેષ્ટાઓમાં આશ્ચર્યજનક ૫રિવર્તન કરી શકે છે.

-અખંડજયોતિ, એપ્રિલ-૧૯૫૧, પેજ-૧ર

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to સત્ય અને અસત્યનું અંતર

  1. sapana says:

    Nicw article.

  2. sapana says:

    Nice article!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s