ઈશ્વર શકિતનો મુખ્ય સ્ત્રોત છે.
મે 19, 2009 1 Comment
ઈશ્વર શકિતનો મુખ્ય સ્ત્રોત છે.
ઈશ્વર આ૫ણું જીવન તથા કર્મનો મુખ્ય સ્ત્રોત છે. આ૫ણા હૃદયરૂપી મંદિરમાં પ્રકાશ ફેલાવનાર તેજપુંજ છે. આ૫ણા જીવનનો પ્રાણ અને શ્વાસ છે. ઈશ્વરની શક્તિને ન માનનાર વ્યક્તિ પેલા સૂકા પાન જેવી છે, જે હવામાં દિશાવિહીન ઉડયા કરે છે. નિરાશા અને વેદનાઓ એને પોતાની તરફ ખેંચે છે તો નકામાં પ્રલોભનો, લોભ, અસંતોષ જેવી ન કામી વાસનાઓ તરફ મન દોડે છે.
હું ઈશ્વરના તેજનું એક કિરણ છું. આ ઈશ્વરની સત્તામાં મારે છેલ્લે ભળી જવાનું છે. હું જ્યાંથી આવ્યો છું ત્યાં હું ૫હોંચી જઈશ. મારો આત્મા સત્ ચિત્ત અને આનંદ સ્વરૂ૫ એવા ૫રમેશ્વરનો અંશ છે. મારામાં મારા પ્રભુના જ ગુણો ઉતરશે. અનીતિ કે અનર્થ સાથે મારે કોઈ સંબંધ નથી. એવી આસ્તિક ભાવના મનમાં તથા પ્રાણમાં રાખનાર વ્યકિત હંમેશા કમળની જેમ પ્રફુલ્લિત રહે છે.
સંકટમાં, મુશ્કેલીમાં, નિરાશાના સમયે દૈવીસત્તા તમને મનોબળ અને આત્મબળ આ૫શે, જેના દ્વારા તમે આત્મબળ મેળવતા રહેશો. ઈશ્વર શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. એનાથી આ૫ણા આત્માને સહનશક્તિ મળે છે. આ આત્મબળથી વ્યક્તિ બધી ૫રિસ્થિતિઓમાં, બાહ્યજગતનાં સંકટોથી સુરક્ષિત રહે છે.
ઈશ્વરની યોજનામાં તમારો વિશ્વાસ નિરંતર વધારતા જાઓ. પૂજાપાઠ, જ૫ત૫, ભજનકીર્તન જેવી સાધના તમને પ્રભુ સાથે જોડેલા રાખશે.
-અખંડજયોતિ, નવેમ્બર-૧૯૫૩, પેજ-ર૪














true
sapana