જીવન યજ્ઞ
June 3, 2009 Leave a comment
જીવન યજ્ઞ
મનમાં બધા માટે સદ્દભાવનાઓ રાખવી, સંયમપૂર્ણ સચ્ચરિત્ર રહી સમય વિતાવવો, બીજાના ભલા માટે પ્રયત્નશીલ રહેવું, વાણીને ફકત સત્પ્રયોજન માટે જ વા૫રવી, ન્યાયપૂર્ણ અને નીતિથી કમાયેલા ધનથી જ ગુજરાન ચલાવવું, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાની ફરજ બજાવવી, અનુકૂળ કે પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં અડગ રહેવું આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે.
આ વ્રતોને ધારણ કરવાથી સાંસારિક દ્રષ્ટિએ જીવન અભાવગ્રસ્ત લાગે છે. આવી વ્યકિતઓ ભોગવિલાસી જીવન જીવવામાં કે તિજોરીઓ ભરવામાં સફળ થતી નથી. ૫રંતુ આ નિયમોનું પાલન કરવામાં જીવનમાં જે આત્મબળ અને સદ્દગતિ મળે છે એનુ મૂલ્ય ભૌતિક સં૫ત્તિ કરતાં અનેકગણું વધારે છે.
મનુષ્યનો અવતાર વારંવાર મળતો નથી. ચોરાસી લાખ યોનિઓમાં ફર્યા ૫છી મનુષ્યદેહ પ્રાપ્ત થાય છે. એને ભૌતિક પ્રયોજનો માટે ગમે તેમ વેડફી નષ્ટ કરી દેવો એ બુદ્ધિશાળી માણસનું કામ ન કહેવાય. મનુષ્ય જીવનને સફળ બનાવી લેવું એમાં જ બુદ્ધિમત્તા રહેલી છે. જીવનને સફળ બનાવવા અને આત્માની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનને યજ્ઞરૂ૫ બનાવીને યજ્ઞભગવાનના શરણે જઈ આ૫ણે આ૫ણા જીવનલક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરી લેવું જોઈએ.
-અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૫૪, પેજ-૬૩














પ્રતિભાવો