ત૫થી જ કલ્યાણ થશે.
June 7, 2009 Leave a comment
ત૫થી જ કલ્યાણ થશે.
જે રીતે અગ્નિમાં સોનું તપાવવાથી તેનો તમામ મેલ નાશ પમે છે, કાંતિ વધે છે અને મૂલ્ય વધી જાય છે તે રીતે જે સત્યરૂપી અગ્નિમાં પ્રવેશ કરે છે તેમનું કેવળ શારીરિક બળ જ નહીં, બલ્કે માનસિક અને આઘ્યાત્મિક બળ ૫ણ રાતદિવસ વૃદ્ધિ પામતું જાય છે. સાચું ત૫ નિર્બળને સબળ, નિર્ધનને ધનવાન, પ્રજાને રાજા, શૂદ્રને બ્રાહ્મણ, દૈત્યને દેવતા, દાસને સ્વામી અને ભિક્ષુકને દાતા બનાવી દે છે.
સાચા ત૫નો ભાવ એવા દેશભક્તમાં છે, જે પોતાના દેશ તથા પોતાની જાતિના ગૌરવ અને પ્રતિષ્ઠા કીર્તિ અને મોભો, સં૫ત્તિ અને ઐશ્વર્યની વૃદ્ધિ અને ઉન્નતિ દઢ ઈચ્છા રાખે છે તથા અનેક પ્રકારનાં દુઃખ, કષ્ટો અને સંકટોને સહન કરીને, સખત મહેનત અને શ્રમ કરવા તથા વિઘ્નોનો સામનો કરવા માટે તત્પર રહે છે.
જે લોકોમાં ત૫શ્ચર્યા નથી, જે મુસીબતો, વિઘ્નો અને આફતોનો સામનો કરવાથી ગભરાય છે, જે તેમનો સામો કરી શકતા નથી, જે ભૂખ અને તરસ, ઠંડી અને ગરમી, તડકો અને છાંયો, કોમ અને કઠોર, ગળ૫ણ અને ખટાશ વગેરે દ્વંદ્વોના દાસ છે તેઓ સંસારરૂપી યુદ્ધનૌકામાં કદાપિ કૃતકૃત્ય બની શકે નહીં.
-અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯૬૪, પેજ-૧














પ્રતિભાવો