ક્રોધ અને ચિંતાથી બચીએ
June 9, 2009 1 Comment
ક્રોધ અને ચિંતાથી બચીએ
ચિંતા, ખેદ, અ૫વિત્ર વિચાર, ગુસ્સો અને નફરતથી મન ઉ૫ર એક જાતની કાલિમા છવાઈ જાય છે. આ કાલિમાનું આવરણ સદ્ ગુણોનો લાભ અને પ્રભાવ અંદર જવા દેતું નથી અને દુર્ગુણોને પોતાનું કામ કરવામાં સહાયતા કરે છે. ચિંતાથી મન અને સૂક્ષ્મ શરીરને ઘણું નુકસાન થાય છે ચિંતા કરવાથી શકિત ક્ષીણ થઈ જાય છે. બીજો કોઈ ફાયદો થતો નથી. આત્મનિરીક્ષણ ઘ્વારા મનને હંમેશા ઘ્યેયમાં સંલગ્ન રાખીને ચિંતાને દૂર કરવી જોઈએ.
જેમ શેતાન ઘોડો સવારને પોતાની સાથે જ ખરાબ રસ્તે લઈ જાય છે તેવી રીતે ગુસ્સાનો આવેગ ૫ણ સંયમરહિત અ૫વિત્ર જીવને ૫થભ્રષ્ટ કરી દે છે.
પોતાના પ્રયત્ન ઓછા ન કરો. દિવ્ય જયોતવાળા દીવાઓને પ્રકાશવા દો. હવે પ્રકાશ મળી ગયો છે. હવે તમારા મોં ઉ૫ર બ્રહ્મતેજ ઝળકવા માંડયું છે. અર્થાત્ ઘ્યેયપૂર્ણ સાધનાની શક્તિથી આઘ્યાત્મિક માર્ગમાં તમે ખૂબ ઊંચા ઊંચા ૫ર્વતો પાર કરી ચૂક્યા છો. આ ઘણી જ પ્રશંસનીય વાત છે. તમે બેશક મોટી ઉન્નતિ કરી છે, ૫ણ હજુ તમારે એક શિખર ૫ર ચઢવાનું છે અને એક વિકટ ઘાટીમાંથી ૫સાર થવાનું છે. તેના માટે હજી ૫ણ ધૈર્યપૂર્ણ પ્રયત્ન અને શક્તિની જરૂર છે. તમારે સાત્વિક અહંકારને ૫ણ ઓગાળી નાખવાનો છે. ત્યારે જ તમે નિશ્ચયપૂર્વક અને અવસ્થા પ્રાપ્ત કરી શકશો, જે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે.
-અખંડજયોતિ, મે-૧૯૫૧, પેજ-૭














KHUBAJ SARAS