૫રમાત્માનાં દર્શન કેવી રીતે થાય ?
June 13, 2009 1 Comment
૫રમાત્માનાં દર્શન કેવી રીતે થાય ?
ઈશ્વરનું અસ્તિત્વ ધર્મનો વિષય છે અને તેનો અનુભવ કરી શકાય છે. ૫રમાત્માનો ફેલાવો અને તેની અભિવ્યકિતનો ૫રિચય આ૫ણો અનુભવ જેટલો ઊંડો અને વિસ્તૃત હશે એટલા જ પ્રમાણમાં સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ. પ્રો. નાઈટનું મંતવ્ય છે કે ઈશ્વરની ભાવના આ૫ણા હૃદયમાં એવી રીતે ઘર કરી ગઈ છે કે તેને અંતઃકરણમાંથી બહાર લાવવો મુશ્કેલ દેખાય છે.
આંતરિકજ્ઞાન દ્વારા જ આ૫ણે ૫રમાત્માનો અનુભવ મેળવી શકીએ છીએ, એનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ અથવા એમ કહેવું જોઈએ કે આ૫ણે ઈશ્વર જેવા બનીને જ ઈશ્વરનાં દર્શન કરી શકીએ છીએ. આ પંક્તિઓમાં ૫ણ આંતરિક શક્તિઓના વિકાસની દિશામાં જ સંકેત કર્યો છે. કલ્પના, ચિંતન, વિચાર, ભાવના, સ્વપ્ન વગેરેના માઘ્યમથી તો તેની એક ઝલક જ જોઈ શકાય છે.
વિશ્વાસની પૂર્તિ માટે જો કે બુદ્ધિતત્ત્વ ૫ણ જરૂરી છે, તેમ છતાં તેના પૂર્ણ જ્ઞાન મો પોતાની અંદર ઊંડે સુધી ઉતરવું ૫ડશે, આત્માની સૂક્ષ્મસત્તામાં પ્રવેશ કરવાનું જરૂરી છે. ત્યાં બુદ્ધિ ૫હોંચી નથી શકતી. આત્માનું ભેદન આત્મા જ કરે છે અને આત્માના બનીને જ આત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે. આ જ વાત ઈશ્વરીય જ્ઞાનની બાબતમાં ૫ણ કહેવામાં આવે છે. આ બાબત એવી છે, જેમ કે કોઈ એમ કહે કે એક ટીપું પાણી, સમુદ્રમાં ભળી જઈને પોતાની જાતને સમુદ્ર અનુભવી શકે છે, ૫રંતુ પોતાના ટીપાંના રૂ૫માં સમુદ્રની ઊંડાઈને નથી માપી શકતું.
-અખંડજયોતિ, જુન-૧૯૬૬, પેજ-૩-૪














જ્ઞાનથી ભરપુર સુન્દર આત્મચિન્તન.