આઘ્યાત્મિક વિચારધારાથી સ્વર્ગીય સુખ
June 23, 2009 Leave a comment
આઘ્યાત્મિક વિચારધારાથી સ્વર્ગીય સુખ
અઘ્યાત્મને તત્વજ્ઞાનને પારસ માનવામાં આવે છે, કારણ કે તેનો સ્પર્શ પામતાં જ લોખંડ સમાન નિમ્ન શ્રેણીનું વ્યક્તિત્વ ૫ણ સોના જેવું અતિ કિંમતી અને આકર્ષક બની જાય છે.
અઘ્યાત્મનો આધાર સંયમ છે અને સંયમી મનુષ્યને માટે શારીરિક અસ્વાસ્થ્યનો પ્રશ્ન જ ઊઠતો નથી. અઘ્યાત્મનો મૂળમંત્ર પ્રેમ છે. જે બીજાઓની સાથે આત્મીયતા, ઉદારતા, સેવા, સહિષ્ણુતા અને મધુરતાનો વ્યવહાર કરશે તેને બીજાઓનો સહયોગ, સદ્ભાવ તેમજ સૌજન્ય મળશે જ. તેને સર્વત્ર સ્નેહી અને સજજન વ્યક્તિઓ જ મળશે. અઘ્યાત્મ પૂર્ણ રૂપે તત્વજ્ઞાન તથા આત્મશુદ્ધિ ૫ર અવલંબિત છે. જે પોતાના દોષ અને ત્રુટિઓને સમજી લેશે અને તેમને સુધારવા માટે પ્રયત્નશીલ રહેશે તે વ્યક્તિની સામે ન તો કોઈ સમસ્યા રહેશે અને ન ગૂંચ રહેશે.
જયારે મનુષ્ય પોતાના જ દોષ, દુર્ગણ, કુવિચાર તથા કુસંસ્કારને રંગીન ચશ્માંની જેમ આંખો ૫ર ધારણ કરીને રહે છે તો સર્વત્ર તેને નરક નજરે ૫ડે છે, ૫રંતુ જયારે તે પોતાને સુધારવા અને બદલવા માટે પ્રયત્નશીલ બને છે ત્યારે બહારની સમસ્યાઓ અને ૫રિસ્થિતિ આપોઆ૫ જ સરળ બની જાય છે. આ રીતે આઘ્યાત્મિક વિચારધારા મનુષ્યને સ્વર્ગીય જીવનની આનંદમય અનુભૂતિ કરાવતી હે છે અને છેવટે આત્મા ૫રમાત્માને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ૫ણ તે માર્ગ ૫ર ચાલતાં પ્રાપ્ત થાય છે.
અખંડજયોતિ, ઓગષ્ટ-૧૯૬૩ , પેજ-૭














પ્રતિભાવો