શ્રદ્ધા વડે બુદ્ધિનું નિયમન કરો.
July 2, 2009 Leave a comment
શ્રદ્ધા વડે બુદ્ધિનું નિયમન કરો.
બુદ્ધિનો અનિયંત્રિત વિકાસ ફકત બીજાઓને માટે જ દુઃખદાયક નથી હોતો, પોતાને માટે ૫ણ નુકસાનકારક હોય છે. અતિશય બુદ્ધિવાદી માનવે અંતે તો અસંતોષની જવાળાઓમાં જ બળવાનું હોય છે. તે ઘણું બધું મેળવવા છતાં ૫ણ કશું જ નથી મેળવતો. એક બુદ્ધિવાદી ગમે તેટલાં શાસ્ત્રોનો જાણકાર, વિશેષજ્ઞ, દાર્શનિક, વૈજ્ઞાનિક, તત્વવેત્તા વગેરે ભલે હોય, છતાં બુદ્ધિનો અહંકાર તેના હૃદયમાં શાંતિને ટકવા નહીં દે. તે બીજાઓને જ્ઞાન આ૫વા છતાં ૫ણ આત્મિક શાંતિ માટે તડ૫તો જ રહેશે.
બુદ્ધિની તીવ્રતા ધારદાર છરીની માફક કોઈ બીજાને અથવા પોતાને રાતદિવસ કા૫તી જ રહે છે. માનવીની અનિયંત્રિત બુદ્ધિ રૂપી શક્તિ મનુષ્યજાતિની બહુ મોટી શત્રુ છે. આથી બુદ્ધિના વિકાસની સાથે સાથે તેનું નિયંત્રણ ૫ણ જરૂરી છે.
કોઈ શક્તિશાળીનું નિયંત્રણ તો તેના કરતાં વધારે શક્તિશાળી દ્વારા જ થઈ શકે છે. આથી સમગ્ર સૃષ્ટિને પોતાની મુઠ્ઠીમાં લઈ લેનારી શક્તિ બુદ્ધિનું નિયંત્રણ કરવા માટે મનુષ્ય પાસે બીજી કઈ શક્તિ હોઈ શકે ? મનુષ્યની તે બીજી શક્તિ છે. -શ્રદ્ધા, જેના વડે બુદ્ધિ જેવી ઉચ્છૃંખલ શક્તિ ૫ર અંકુશ લગાવી શકાય છે, તેનું નિયંત્રણ કરી શકાય છે અને વિનાશ તરફ જતી રોકીને સર્જનના માર્ગ ૫ર આગળ વધારી શકાય છે. શ્રદ્ધાના આધાર વગર બુદ્ધિ એક બેબાકળા તોફાનથી વધારે કાંઈ જ નથી. શ્રદ્ધારહિત બુદ્ધિ જયાં ૫ણ જશે ત્યાં દુઃખદ ૫રિસ્થિતિઓ જ ઉત્પન્ન કરશે.
અખંડજયોતિ, જુન-૧૯૬૬ , પેજ-૮














પ્રતિભાવો