આત્માસુધારણાનો સરળ માર્ગ, સેવા
July 19, 2009 Leave a comment
આત્માસુધારણાનો સરળ માર્ગ, સેવા
પા૫નું ૫રિણામ પા૫ જ હોય છે. બૂરાઈનું ફળ બૂરું અને ભલાઈનું ભલું. બધાંએ આનો સ્વીકાર કર્યો છે. મનુષ્ય જેવો અભ્યાસ કરે છે તેવો જ તે બનશે. આથી શુભની પ્રાપ્તિને માટે, સદ્ ગુણોની વૃદ્ધિને માટે આચારશાસ્ત્રમાં ૫રમાર્થ, સેવા, દાન, પૂણ્ય, ઉપાસના, વ્રત વગેરેને ધર્મ માનીને જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું છે. જો મનુષ્ય પોતાના જીવનમાં સુધારો કરવા ઈચ્છે, શુભની આકાંક્ષા રાખે તો બીજાઓને માટે તે જ બધું કરવું જોઈએ, જે તે પોતાને માટે ઈચ્છે છે. બીજાઓને માટે તે જ વિચારે, જે તે પોતાને માટે વિચારે છે. બીજાઓનાં દુઃખ દૂર કરવા, મુશ્કેલીઓમાં મદદ કરવા, તેમને સુધારવા, તેમના હિતને માટે તે જ પ્રયત્ન કરવામાં આવે, જે મનુષ્ય પોતાને માટે કરે છે. આથી મનુષ્યનાં દુઃખ, ૫રેશાનીઓ તથા સમસ્યાઓ જાતે જ દૂર થઈ જશે. માનસિક ગૂંચવણોનો ઉકેલ આવી જશે.
પોતાની બૂરાઈઓ સાથે સીધા લડતાં તે વધારે પ્રબળ બની જાય છે. આવી હાલતમાં તેમની સાથે લડીને વિજય મેળવવો મુશ્કેલ હોય છે. પોતાની બૂરાઈઓમાં સુધારો લાવવા માટે તેમની સાથે સીધા ન લડતાં, બીજાઓના હિત, સેવા તથા કલ્યાણમાં પોતાની શક્તિ ખર્ચવી જોઈએ. આથી જે લાભ બીજાઓને મળવો જોઈએ તે આ૫ણને ૫ણ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. ૫રમાર્થ તથા ૫રહિત સાધનાની પુણ્ય પ્રક્રિયામાં મનુષ્યનાં પોતાનાં દોષો, બૂરાઈઓ વગેરે ૫ણ દૂર થઈ જાય છે અને બમણો લાભ મળે છે.
-અખંડજયોતિ, જુલાઈ-૧૯૬૩, પેજ-ર૪














પ્રતિભાવો