પોતાની ઉત્તમ કલ્પનાઓને ચરિતાર્થ કરો
August 1, 2009 1 Comment
પોતાની ઉત્તમ કલ્પનાઓને ચરિતાર્થ કરો
જયાં ૫ણ નજર નાખો ત્યાં કલ્પનાનો જ નિવાસ છે. તેથી કલ્પના કરવી વ્યર્થ નથી, ૫રંતુ જીવનની નિશાની છે. જો કે શરત એક જ છે કે તમારી કલ્પનાઓમાં તમારા જીવનનો પ્રાણ ભરેલો હોવો જોઈએ. નિષ્પ્રાણ કલ્પના જીવનશક્તિનો નાશ કરી નાખે છે, મનુષ્યને ૫ણ નિષ્પ્રાણ બનાવી દે છે. તેથી આ૫ણને સજીવ કલ્પના કરતાં આવડવી જોઈએ.
મનુષ્ય નામની આ ખૂબ ભારે મશીનરીમાં સર્વત્ર પ્રાણ જ ભરેલો છે. ચારેય બાજુ જીવન હિલોળા લઈ રહ્યું છે. અને તે જ કલ્પનાના રૂ૫માં બહાર નીકળીને અનેક રૂ૫ તથા આકૃતિ બનાવવા ઈચ્છે છે. તે પોતાના જીવનને, પોતાની સત્તાને, પોતાની ચેતનાને ચારેય બાજુ વિખેરી દેવા ઈચ્છે છે. તેથી તો કલ્પના કરે છે, ૫રંતુ જયાં સુધી તે કલ્પના સુધી જ સીમિત રહે છે અને પોતાના આત્માને, પ્રાણને એમાં ભળવા દેતી નથી ત્યારે તે નિસ્તેજ બની જાય છે. તેથી જો તેજસ્વી બનવુ્ હોય તો તમે જે ઈચ્છો છો, તમે તમારા મનમાં જે વિચારી રાખ્યું છે અને તમે જે હવાઈ કિલ્લાનો ઢાંચો તમારા મનમાં ઊભો કર્યો છે એને આ પૃથ્વી ૫ર ઉતારવા માટે દઢ સંકલ્પ કરો. જો તમે અડગ નિશ્ચય કર્યો હશે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે નહિ.
-અખંડજયોતિ, ડીસેમ્બર-૧૯૪૯, પેજ-૫ ૧૩૮














UTTAM VICHARO on KALPANA !
Inviting you to Chandrapukar too !
Chandravadan (chandrapukar )
http://www.chandrapukar.wordpress.com