બ્રહ્મની સર્વવ્યા૫કતા
August 2, 2009 Leave a comment
બ્રહ્મની સર્વવ્યાપકતા
બ્રહ્મનો આદિ નથી કે અંત પણ નથી. તે અખંડ છે, શાશ્વત છે. આ પૃથ્વી પર બધી વસ્તુઓની યોજના આ બ્રહ્મથી પરિપૂર્ણ છે. અનંત બ્રહ્માંડ પણ એમનાથી જ પ્રકાશિત છે. વિશ્વના દરેક પદાર્થમાં તે વ્યાપેલો હોવા છતાં તેની પૂર્ણતામાં કોઈ પ્રકારની ખામી આવતી નથી, કારણ કે તે સદાય પૂર્ણ છે અને પૂર્ણતા જ એમનો સ્વભાવ તથા પ્રાકૃતિક ગુણ છે.
જે વસ્તુમાં આ પૂર્ણ બ્રહ્મ વ્યાપેલો હશે તે વસ્તુ પણ પૂર્ણ રહેશે. બ્રહ્મનો અનુભવ માત્ર ચેતન પદાર્થોમાં જ કરવાનો નથી. તે તો જડ પદાર્થોમાં પણ રહેલો છે. તેથી જડ અને ચેતન તમામ પદાર્થોમાં એમની પૂર્ણતાનો સાક્ષાત્કાર કરવો જોઈએ, પરંતુ આપણી આ સ્થૂળ આંખો આ ભૂમંડળનો ખૂણેખૂણો શોધી વળે એમ છતાં તે બ્રહ્મનાં દર્શન કરી શક્તી નથી. સ્વર્ગના તેજોમય વલયમાંથી જે દિવસે આપણી સ્થૂળ આંખો પ્રકાશ પ્રાપ્ત કરી લેશે તે દિવસે માયારૂપી અંધકાર દૂર થશે. જે દિવસે જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી આપણા મનમાંથી ભ્રમ દૂર થઈ જશે તે દિવસે આપણે સદ્દજ્ઞાન કૃતાર્થ થઈ જઈશું.
-અખંડજ્યોતિ, ઓક્ટોબર-1949, પેજ-5














પ્રતિભાવો