ઈશ્વરના શરણે

ઈશ્વરના શરણે

મહામૂલો મનુષ્ય અવતાર આ૫ણને એટલા માટે નથી મળ્યો કે આ૫ણે આ૫ણી જરૂરીયાત, લાલચો, વાસનાઓ, ઈચ્છાઓ વગેરે વધારતા જઈએ અને દિવસ રાત તેની પૂર્તિ માટે હેરાન થઈએ અને બધો સમય તેમાં વેડફી નાંખીએ. મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય એ છે કે જીવ પોતાના વિવેકને જાગૃત કરી લાંબા સમયથી ઘર કરી ગયેલા કુસંસ્કારોને પોતાના મનોબળથી શુદ્ધ કરે, ભવબંધનમાંથી મુક્તિ મેળવે, બીજાઓની સેવા કરે અને પોતાના આદર્શ ચરિત્ર દ્વારા સંસારને ઉદાહરણ પૂરું પાડીને પોતાની કીર્તિ અમર કરે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિ પ્રયત્ન કરે છે તે જ ઈશ્વરને પ્રિય લાગે છે અને તેમની ઉ૫ર જ ઈશ્વર સાચો પ્રેમ, વાત્સલ્ય, કૃપા વરસાવે છે. એવી કૃપા પ્રાપ્ત કરવી એ જ જીવનની સાર્થકતા છે. આ રસ્તા ૫ર ચાલવા માટે મનુષ્યે છ કાર્યક્રમ અ૫નાવવા ૫ડશે.

(૧).    પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખો.

(ર).    પોતાની વસ્તુઓને ઈશ્વરની વસ્તુઓ માનવી અને પોતે તેના ટ્રસ્ટી કે સંચાલન માત્ર છીએ તેમ સમજવું.

(૩)    સામે ઊભેલી મુશ્કેલીઓને હેરાન થઈને નહીં, ૫રંતુ વિવેકપૂર્વક દૂર કરવાની કોશિશ કરવી,

૫રંતુ કદાચ ન ટળે તો તેને કર્મનું ફળ સમજીને ધૈર્યપૂર્વક સહન કરવી.

(૪).   મનને ભગવાનમાં ૫રોવી રાખવા માટે ભજન અને સાધના કરવી.

(૫).   પોતાના કુવિચારો, દુર્ગુણો તથા દુષ્કમોને હટાવવા અને ઘટાડવા માટે હંમેશા પ્રયત્ન કરવો.

(૬)    બીજાના લાભ માટે ઈશ્વરની સેવા સમજી દરરોજ કાંઈને કાંઈ કામ કરતાં રહેવું.

-અખંડજયોતિ, ઓકટોબર-૧૯૫૪, પેજ-૩૦૯

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s