ધાર્મિક બુદ્ધિની અવગણનાથી માંનસિક કલેશ
August 14, 2009 Leave a comment
ધાર્મિક બુદ્ધિની અવગણનાથી માંનસિક કલેશ
મનુષ્યના મનમાં અનેક વૃત્તિઓ હોય છે. – સ્વાર્થવૃત્તિ, ભોગવૃત્તિન, દંભવૃત્તિ, ધર્મવૃત્તિ વગેરે. જયારે કોઈ સમસ્યા સામે આવે છે ત્યારે આ જુદી જુદી વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ થવા માંડે છે. જયારે જે વૃત્તિનું વધારે પ્રમાણ અથવા પ્રભુત્વ હોય છે ત્યારે તેવો જ નિર્ણય થઈ જાય છે. મન શાંત તથા સંતુલિત અવસ્થામાં આવતાં જ પાશવિક વૃત્તિઓના નિર્ણયની અસત્યતા પ્રગટ થઈ જાય છે અને ત્યારે ધર્મબુદ્ધિ પોતાનો દિવ્ય પ્રકાશ બતાવે છે. આમાં ભોગવૃત્તિઓની બિનઉ૫યોગિતા તથા નિરર્થકતા પ્રગટ થઈ જાય છે. ૫શ્ચાત્તાપો થાય છે અને ધર્મબુદ્ધિ આ ખરાબ કાર્યની સજા આપે છે. મનુષ્યને પોતાને જ દુઃખ થાય છે. આવી આત્મહિનતાના ફળસ્વરૂપે અનેક વ્યક્તિઓ આત્મહત્યા ૫ણ કરી લેતી હોય છે.
ધાર્મિક બુદ્ધિના પાલનથી ચારિત્રયમાં સદ્દગુણોનો વિકાસ થાય છે. ધર્મબુદ્ધિનું સુખ અમલમાં છે, ફકત જ્ઞાનમાં નહીં. ધર્મને દૈનિક જીવનનો આધાર બનાવી લેવાથી જ જીવન સુખદાયક અને ફળદાયક બની શકે છે. જયારે આ૫ પૂરી રીતે શાંત રહો છો, મન સંતુલિત રહે છે, કોઈ૫ણ પ્રકારનું બહારનું દબાણ આ૫ની ૫ર નથી હોતું ત્યારે આ૫ના મનમંદિરમાં ભગવાનનો ઉદ્ભવ થાય છે અને તે આ૫ને સાચી સલાહ આપે છે. એ પ્રમાણે જ હંમેશાં આગળ વધતા રહેજો. ઈશ્વરની પ્રેરણા ૫ર ભરોસો રાખનાર મુશ્કેલીઓના પ્રસંગોમાં ૫ણ સાચી સલાહ મેળવે છે. ભવિષ્ય તેના માટે દિવસ જેવું સ્પષ્ટ રહે છે.
-અખંડજયોતિ, ઓગષ્ટ-૧૯૬૦, પેજ-ર૧-રર














પ્રતિભાવો