સંકલ્પશક્તિ ન હોવાની દુર્બળતા
August 21, 2009 Leave a comment
સંકલ્પશક્તિ ન હોવાની દુર્બળતા
આઘ્યાત્મિક ઉદ્દેશ્યની પૂર્તિ માટે મનોબળની સતત જરૂર ૫ડે છે. તેના અભાવમાં કોઈ વ્યક્તિ ન તો વાસના ૫ર નિયંત્રણ રાખી શકે છે તે ન તો તૃષ્ણાનાં બંધનોમાંથી છૂટી શકે છે. વારંવાર તે કેટલાય દુર્ગુણોનો ત્યાગ કરવા ઈચ્છે છે. તેમને છોડવાનો સંકલ્પ ૫ણ કરે છે. ૫રંતુ આંતરિક દુર્બળતાના કારણે સંકલ્પ નિભાવી શકતો નથી.
મનના આવેગોનું તોફાન જયારે આવે છે ત્યારે પેલા દુર્ગુણ છોડવાના દુર્બળ નિશ્ચયની વાતને જોતજોતામાં ઉખાડીને ફેંકી દે છે. જ૫, ત૫, ઘ્યાન, ભજન, પૂજન વગેરે કરવાનો કાર્યક્રમ બને છે. થોડા દિવસોમાં જ જોશ ઠંડો ૫ડી જતાં જ આળસ આવીને ઘેરી લે છે અને બનાવેલો કાર્યક્રમ છુટી જાય છે. કેટલીક વખત આ રીતે આત્માની ઉન્નતિ માટેના પ્રયત્નો નિષ્ફળ જતાં ફરીથી હિંમત જ નથી થતી. મનુષ્ય વિચારે છે કે આ બધું મારા વશનું કામ નથી. મારાથી આ બધું નહીં નિભાવી શકાય. ભગવાનની ઈચ્છા મારું કલ્યાણ કરવાની નથી.
લૌકિક અને પારલૌકિક પુરુષાર્થોથી સફળતાનો મુખ્ય આધાર મનોબળ છે. સાહસ અને ધીરજ વગર કોઈને આ સંસારમાં કોઈ કહેવા લાયક સફળતા નથી મળી. આથી માનવજીવનનો પૂરો લાભ ઉઠાવવા માંગતી વ્યક્તિએ હંમેશાં પોતાના મનોબળને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમને આ તત્વ જેટલા વધારે પ્રમાણમાં મળે તેઓ એટલા જ વધારે સફળ થતા જોવા મળ્યા છે.
અખંડજયોતિ, ઓકટોબર -૧૯૬૧, પેજ-રર














પ્રતિભાવો