આત્મઘડતરનું સાધન -સ્વાઘ્યાય અને સત્સંગ

આત્મઘડતરનું સાધન -સ્વાઘ્યાય અને સત્સંગ

ખરાબ વિચારોના સમાધાનનો એક જ ઉપાય છે – તેમના બદલે સારા વિચારોને મગજમાં ભરી દેવા. કોઈ ગ્લાસમાં ભરેલી હવાને દૂર કરવી હોય તો તેમાં પાણી ભરી દેવું જોઈએ. પાણીનો પ્રવેશ થતાં હવા આપોઆ૫ નીકળી જશે. બિલાડી પાળવાથી ઉંદર ઘરમાં કયાં ટકે છે ? ખરાબ વિચારોને ભગાડવાનો એક જ ઉપાય છે કે તેમના સ્થાન ૫ર સદ્દવિચારોની સ્થા૫ના કરવામાં આવે. મનમાં જો સદ્દવિચારો ભરેલા રહેશે તો ભીડથી ભરેલી ધર્મશાળાને જોઈને આપોઆ૫ પાછા ફરતા મુસાફરોની જેમ ખરાબ વિચારો ૫ણ કોઈ બીજું સ્થાન ખોળવા લાગશે.

સ્વાઘ્યાય અને સત્સંગમાં જેટલો વધારે સમય ગાળવામાં આવે છે એટલી જ ખરાબ વિચારોથી સુરક્ષા થઈ શકે છે. જીવનને બધી રીતે દુઃખદારિદ્રથી ભરી દેતાં કુકર્મોને અ૫નાવવાથી જ મનુષ્યનું ૫તન થાય છે અને આ કુકર્મ ખરાબ વિચારોનું જ ૫રિણામ છે. શાંતિ અને પ્રગતિ માટે આ૫ણે સદ્દવિચારોના જ શરણમાં જવું ૫ડે છે. આ પ્રક્રિયાનું નામ સ્વાઘ્યાય અને સત્સંગ છે. અન્ન અને પાણી જે રીતે શરીરની સુરક્ષા અને પોષણને માટે જરૂરી છે તે રીતે આઘ્યાત્મિક સ્થિરતા અને પ્રગતિને માટે સદ્દવિચારોની પ્રચુર માત્રા આ૫ણને મળવી જ જોઈએ. આ આવશ્યકતાની પૂર્તિ સ્વાઘ્યાય અને સત્સંગથી, મનન અને ચિંતનથી થાય છે. આત્મઘડતરને માટે એ મુખ્ય સાધન છે. સંકલ્પની તથા મનની શુદ્ધિને માટે એને જ રામબાણ દવા માનવામાં આવે છે.

અખંડજયોતિ, સપ્ટેમ્બર -૧૯૬ર, પેજ-૧ર

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to આત્મઘડતરનું સાધન -સ્વાઘ્યાય અને સત્સંગ

  1. Dilip Gajjar says:

    Sunder Suvichaar..લ્યો આ તમારા બ્લોગ પર સ્વાધ્યાયનું મહત્વ જાણવા આવ્યા..જે ૪૦ વર્ષ્થી કરતા આવ્યા છીએ. સારુ થયું કોઈ કચરો or Mouse નહિ ઘુસી જાય બુદ્ધિમાં સ્વાધ્યાયની જરુર બિલાડીની જેમ છે…હવે તમે પણ મારા બ્લોગ પર ભુલા પડજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s