અમર્યાદિત ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ.
September 7, 2009 Leave a comment
અમર્યાદિત ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ.
આત્મનિર્માણ લોકૈષણાથી જુદી બાબત છે. પોતાના સદ્દગુણોને કારણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, પોતાના ઉચ્ચ વિચારો, આદર્શ જીવન ૫રમાર્થ સાધના તથા લોકસેવા દ્વારા યશ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખવીએ આત્માની ભૂખ છે. તેને પ્રાપ્ત કરવાથી આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે. અને અંતરાત્મામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રોત્સાહનથી સફળતા અને મનોબળ વધે છે અને આગળ વધારે ઉત્સાહથી એવાં પુણ્યકર્મો અને સતોગુણી આચરણ કરવાની ઈચ્છા થાય છે. જે પોતાનો લોક તથા ૫રલોક સુધારવા માટે પુણ્યનો સંચય કરવા આવશ્યક છે.
આત્મગૌરવ, આત્મસન્માન, આત્મકલ્યાણ, આત્માનંદ, આત્મપ્રતિષ્ઠા તથા આત્મસંતોષ પ્રાપ્ત કરીને મનુષ્યનો અંતરાત્મા સંતુષ્ટ થાય છે. એથી તેના માટે પ્રયત્નો કરવા બધી રીતે ઉચિત અને આવશ્યક છે. સ્વર્ગ, મુક્તિ, આત્મસન્માન, યશ વગેરે માટે ૫ણ કદાચ સદ્ વિચારો અને સત્કાર્યોનું આયોજન હોય તો ૫ણ એ સાત્ત્વિક અભિલાષા પ્રશંસનીય કહેવાય છે. આ લોકૈષણા નહીં, આત્મતૃષ્ટિ છે. એ નિંદાને પાત્ર નહીં, ૫રંતુ પ્રશંસાને યોગ્ય છે.
ઈચ્છાઓની અતિની નિંદા કરવામાં આવી છે. પોતાના સાત્વિક રૂ૫માં આ ત્રણેય ઈચ્છાઓ માનવજીવનમાં ઉ૫યોગી અને શ્રેયસ્કર સિદ્ધ થાય છે.
અખંડજયોતિ, જુન-૧૯૫૧, પેજ-૧૪














પ્રતિભાવો