ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો.
September 21, 2009 1 Comment
ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો.
આ રીતે દેશમાં એક સત્યાનાશી રિવાજના રૂ૫માં લગ્નનો જે ઉન્માદ છવાઈ ગયો છે તે દૂર થઈ શકશે. આમાં શરત અને જ છે કે એની શરૂઆત આ૫ણે પોતાનાથી કરવી ૫ડશે.
આત્મીય લોકોને અનુરોધ : આજે દેશની સામે મોંદ્યવારીની સમસ્યા છે. અ૫રાધો વધી રહ્યા છે અને દરેક જણ પોતાને અસલામત માને છે. નશાખોરી, લગ્નોન્માદ વગેરે સામાજિક કુરિવાજોમાં અઢળક ધન ખર્ચાઈ રહ્યું છે. દેશની અડધી વસતિના રૂ૫માં નારી વર્ગ નવરો બેસી રહે છે. નાતજાત અને ઊંચનીચના ભેદભાવ સમાજને હજારો ટુકડાઓમાં વહેંચી દીધા છે. લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. રાજનેતાઓની ટૂંકી બુદ્ધિ અને હલકા ચરિત્રને કારણે ઉદ્વિગ્નતા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વૈજ્ઞાનિક પ્રગતિ વિશ્વમાનવના સર્વનાશનું કારણ બની ગઈ છે. ભોગવિલાસની વૃદ્ધિના કારણે લોકો કાયર અને કુમાર્ગગામી બનતા જાય છે.
સ્વાર્થપાયણતા અને સંકુચિતતાના કારણે દરેક ક્ષેત્રમાં ધૂર્તતા, દુષ્ટતા, અનૈતિકતા વગેરે વધી ગયાં છે. આ ભયંકર સમસ્યાઓથી બચવા માટે આ૫ણે લોકમાનસનું શુદ્ધીકરણ કરવું ૫ડશે. આ કામ માત્ર કહેવા સાંભળવાથી નહિ થાય. લોકો મોટા ભાગે એકબીજાને જોઈને અનુકરણ કરતા હોય છે, તેથી લોકોએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પ્રમાણે પોતાનો જીવનક્રમ બનાવવો જોઈએ. શ્રેષ્ઠ વ્યક્તિઓના ઉત્તમ આચરણને જોઈને સામાન્ય લોકો ૫ણ એવી પ્રવૃત્તિઓ કરવા લાગશે.
દરેક યુવાને વિવેકાનંદની જેમ ૫રમાત્માનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને આત્મશુદ્ધિ તથા આત્મસુધાર કરવો જોઈએ. સ્વાધ્યાય દ્વારા પોતાના મનોવિકારો અને દોષદુર્ગુણોને દૂર કરવા જોઈએ તથા સમાજ સેવામાં તન, મન અને ધનથી જોડાઈ જવું જોઈએ. આમ કરવાથી યુવાનોના વ્યક્તિત્વનું નિર્માણ થશે. આવા વ્યક્તિત્વવાન આત્માઓ જ યુગનિમાર્ણમાં મહત્વની ભૂમિકા નિભાવશે. બધાં યુવકયુવતીઓએ આ વાતનું સતત મનન ચિંતન કરીને તેને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.














ખર્ચાળ લગ્નમા ખર્ચો ક ઇ રીતે કર્યો તે અગત્યનું છે.તે પ્રસંગે સમાજોપયોગી પ્રવૃતિઓ,દાન,પુણ્યના કામો મા ખર્ચો કરો તે સારું છે
પણ આ રીતે ખર્ચો હોય તો વિરોધ કરવો.લગ્ન વખતે વાતાવરણ શાંત-ગંભીર-પવિત્ર હોય તે સાથે ઉલ્લાસમય પણ હોય. મજાક, ટોણાં, માઠું લાગવા-લગાડવાની વાતોને બદલે સંસ્કારી હાસ્ય-વિનોદ ન પીરસી શકાય ? ભાડૂતી ગરબા ગવડાવનારાઓને બદલે સગાં-સ્નેહીઓ પૈકીના જ ગાવા-બજાવવામાં ભળે તો વાતાવરણમાં વધુ આત્મીયતા આવે ને કૃત્રિમતા ઘટે. વિધિ દરમિયાન ઘી હોમવું કેટલું વાજબી છે ? એક દીવો કરી અગ્નિની સાક્ષી ન સમજી શકાય ? ચોરીના ચારે ખૂણે માટલાં કે ધાતુનાં વાસણોની ઊતરડને કારણે દર્શકોને નડતર થાય છે. તો ચોમેરથી ખુલ્લી ચોરી સારી નહીં ? દોઢેક ફૂટ ઊંચા મંચ પર ચોરી બનાવી હોય તો ચારે બાજુ બેસનારાઓને સારી રીતે દર્શન થાય. લગ્નવિધિ ટૂંકી છતાં સૌ સમજી શકે અને ભળી શકે તેવી હોય. પછી જ ભોજન હોય તો સૌ શાંત ચિત્તે લગ્નની ભાવનાને વાગોળી શકે. આ અને આવું ઘણું બધું વિચારવાનું છે. આ દિશામાં આપણો સમાજ અનેક પ્રયોગો કરી વધુ ને વધુ વાસ્તવિકતા તરફ વળશે તો બાહ્યાડંબર અને ખર્ચના ધુમાડામાંથી બચશે.