સદ્દગુણોના વિકાસથી જ સમસ્યાઓનો હલ
October 3, 2009 2 Comments
સદ્દગુણોના વિકાસથી જ સમસ્યાઓનો હલ
આજે આપણે ઉન્નતિ તો ઇચ્છીએ છીએ, પરંતુ માનવીય સદ્દગુણોના વિકાસનો પ્રયત્ન કરતા નથી. સમાજમાં શાંતિ અને સંપન્નતા રહે એવી બધાને ઇચ્છા હોય છે, પરંતુ એનો મૂળ આધાર એવા પરસ્પરના પ્રેમભાવની વૃદ્ધિનો ઉપાય કરતા નથી. ભૌતિક સુવિધાઓમાં એવી શક્તિ નથી કે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવી દે. સારા વ્યક્તિત્વમાં એ ગુણ મોજુદ હોય છે કે તે સંપન્નતા પ્રાપ્ત કરે. આપણે આ તથ્યને જ્યાં સુધી સમજીશું નહીં ત્યાં સુધી દોલત પાછળ ભાગતા રહીશું.
આદર્શવાદની ઉપેક્ષા કરીને સંપન્નતાને માટે દોડાદોડી કરવાનું પરિણામ લાભના બદલે હાનિકારક જ પૂરવાર થઈ શકે છે. આ દુનિયા વધારે સારી, વધારે સુંદર વધારે સંપન્ન, વધારે શાંતિપૂર્ણ બને એવું જો આપણે બધા ઈચ્છતા હોઈએ તો પછી પ્રગતિનો મૂળ આધાર એવા વ્યક્તિત્વની શ્રેષ્ઠતા તરફ શા માટે ધ્યાન આપતા નથી એ જ મોટું આશ્ચર્ય છે.
પ્રગતિ ત્યારે કાયમી બની શકશે, સુખશાંતિમાં ત્યારે જ સ્થિરતા આવશે કે જ્યારે મનુષ્ય પોતાને સાચા અર્થમાં મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરશે. આ ઉપેક્ષિત તથ્યને અનિવાર્ય આવશ્યકતાના રૂપમાં જ્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં અને વ્યક્તિગત તેમજ સામૂહિક ચારિત્ર્યને ઊંચું ઉઠાવવા માટે કટિબદ્ધ નહીં બનીએ ત્યાં સુધી અનેક સમસ્યાઓની ગૂંચવણોમાંથી આપણો છુટકારો થશે નહીં.
અખંડ જ્યોતિ, માર્ચ-1962, પેજ-5














doing best job for MA GAYTRI UPLETA GAYTRI MANDIR PRAFUL GHIYA AND ALL TRUSTIES/ GIRISHBHAI/ DILIPBHAI
True.
Sapana