મનોબળ દ્વારા રોગોનું નિવારણ
October 4, 2009 1 Comment
મનોબળ દ્વારા રોગોનું નિવારણ
મનમાં અપાર શક્તિ છે. મનોબળ દ્વારા શરીરના તમામ રોગો દૂર થઈ જાય છે, પરંતુ એના વિશ્વાસનું પ્રમાણ ગમે તે સ્થિતિમાં પણ ઓછું ન થવું જોઈએ. ભાવના સાચી અને પ્રખર હોવી જોઈએ. જો કે ભાવના પ્રમાણેનું રૂપાંતર ધીમે ધીમે થાય છે, છતાં પણ તે પોતાની અસર બતાવ્યા વગર નથી રહેતી.
આથી આપ પ્રાત:કાળે ઊઠતાંની સાથે જ સાચા મનથી સંકલ્પ કરો કે મારા અમુક રોગનો નાશ થઈ જાય અને શરીરના પ્રત્યેક અંગ પર હાત ફેરવતાં ફેરવતાં સાચી ભાવનાથી કહેતા જાવ કે હું નિરોગી છું, મારા શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ નથી, હું સુંદર છું, હું હુષ્ટપુષ્ટ છું. મારી પાચનક્રિયા ખૂબ સારી છે. હું જે કાંઈ ભોજન કરું છું, તે સંપૂર્ણ રીતે પચી જાય છે અને તેના વડે ચોખ્ખું લોહી, માંસ, મજ્જા અને વીર્ય બને છે, જેને કારણે હું નીરોગી અને સ્વસ્થ બની રહ્યો છું. હું વીર્યવાન, ભાગ્યવાન, આરોગ્યવાન બની રહ્યો છું. મારા શરીરમાં સારા આરોગ્યનાં દર્શન થઈ રહ્યાં છે.
મિત્રો ! યાદ રાખજો કે ગમે તે પરિસ્થિતિમાં પણ વિશ્વાસમાં ઊણપ ન આવવી જોઈએ. ત્યાર પછી આપ મળવિસર્જન વગેરે પ્રાત:ક્રિયાઓ માટે ચાલ્યા જાવ. આવો સંકલ્પ દરરોજ કરવાથી આપના શરીર પર એક અનેરી ઝલક દેખાવા માંડશે અને જોતજોતામાં જ આપ નીરોગી અને સુંદર બની જશો. આપના સંકલ્પ પ્રમાણે આપનું મન આપના શરીરના તમામ અણુઓને એવા બનાવી દેશે કે આપ હંમેશને માટે રોગમુક્ત થઇ જશો અને આપની ઉપર રોગોની કાંઇપણ અસર નહીં થાય.
અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-1959, પેજ-22














bahuj saras ava sra sklpthi jivan bhryu bhryu lage che