સ્વચ્છ મનથી સભ્ય સમાજ
October 5, 2009 1 Comment
સ્વચ્છ મનથી સભ્ય સમાજ
કાર્યનું મૂળ વિચાર છે. મગજમાં જેવા વિચારો ઘૂમે છે તેવાં કાર્યોઅ થવા લાગે છે. જે વર્ગના લોકો સ્વાર્થપરાયણ હોય છે, તૃષ્ણા, વાસના અને અહંકારના વિચારોમાં ડૂબેલા રહે છે ત્યાં વિવિધ પ્રકારનાં કલેશ, કલહ અને દુષ્કર્મ તથા અપરાધ નિરંતર વધતાં રહે છે. જ્યાં પરમાર્થ, સંયમ, સંતોષ, નમ્રતા અને આદર્શવાદને સર્વોપરિતા આપવામાં આવે છે ત્યાં સર્વત્ર સત્કર્મ જ થતાં નજરે પડે છે અને તેના ફળ સ્વરૂપે સતયુગી સુખ-શાંતિનું વાતાવરણ બની જાય છે.
જે રીતે નીરોગી શરીર સાથે નીરોગી મનનો સંબંધ છે તે રીતે નીરોગી મનની ઉપર સભ્ય સમાજની સંભાવનાનો આધાર રહેલો છે. જો શરીર બીમાર રહેશે તો મનમાં હલકી કક્ષાના જ વિચાર આવશે. રોગી વ્યક્તિ લાંબો સમય ઉચ્ચ ભાવનાઓ પોતાના મનમાં ધારણ કરી શક્તી નથી તે જ રીતે મલિન મનવાળી વ્યક્તિઓથી ભરેલો સમાજ કદી સભ્ય કહેવડાવવાનો અધિકારી બની શક્તો નથી.
માનવજાતિ એકતા, પ્રેમ, પ્રગતિ, શાંતિ તથા સમૃદ્ધિની તરફ આગળ વધે એનો એકમાત્ર ઉપાય એ જ છે કે લોકોનું મન આદર્શવાદ, ધર્મ, કર્તવ્યપરાયણતા, પરોપકાર તથા આસ્તિકતાની ભાવનાઓથી ઓતપ્રોત રહેવું જોઈએ. આ દિશામાં જો આપણાં કદમ આગળ વધતાં રહેશે તો ઉન્નતિને માટે જે યોગ્યતાઓ તથા ક્ષમતાઓની આવશ્યકતા છે તે બધું થોડાક જ સમયમાં અનાયાસે પ્રાપ્ત થઈ જશે. જો દુર્ગુણી લોકો ખૂબ ચતુર અને સાધન સંપન્ન બને, તો પણ તે હોશિયારી અને ક્ષમતાનો દુરુપયોગ થતાં વિપત્તિઓ જ વધારશે.
અખંડ જ્યોતિ, જુલાઈ-1962, પેજ-4














nice one