ઉત્કૃષ્ટ ભાવનાઓનું મહત્ત્વ
October 6, 2009 Leave a comment
ઉત્કૃષ્ટ ભાવનાઓનું મહત્ત્વ
ધનવાન લોકોનું વ્યક્તિગત, પારિવારિક તથા સામાજિક જીવન કલેશ અને દ્વેષથી ભરેલું રહે છે. પૈસાની સાથે સાથે દુગુણો વધતાં તે દોલત ઊલટી વિપત્તિનું કારણ બનતી જાય છે. આથી આર્થિક ઉન્નતિની સાથે સાથે વિવેકશીલતા અને સદ્દપ્રવૃત્તિઓની અભિવૃદ્ધિ પણ અવશ્ય થતી રહેવી જોઈએ.
આત્મકલ્યાણની લક્ષ્યપૂર્તિ તો સર્વથા સદ્દપ્રવૃત્તિઓ પર જ આધારિત છે. ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો અને સ્વર્ગે તથા મુક્તિ મેળવી શકવી કેવળ તેમને માટે જ શક્ય છે કે જેમનો વિચાર અને કાર્ય ઉચ્ચ કોટિનાં, આદર્શવાદી તથા પરમાર્થની ભાવનાઓથી ઓતપ્રોત હોય, કુકર્મી અને પાપવૃત્તિઓમાં ડૂબેલા લોકો ગમે તેટલું ભજનપૂજન કરે, છતાં તેમને ઇશ્વરના દરબારમાં પ્રેવેશ મળશે નહીં.
ભગવાન ઘટઘટનો વાસી છે. તે ભાવનાઓને પરખે છે અને આપણી પ્રવૃત્તિઓને સારી રીતે જાણે છે તેમને કોઈ બાહ્ય ઉપચારથી બહેકાવી શકાય નહીં. તેઓ કોઈના પર ત્યારે કૃપા કરે છે કે જ્યારે તેની ભાવનાની ઉત્કૃષ્ટતાને પારખી લે છે. તેમને ભજન કરતાં ભાવ વધારે વહાલો છે. ભાવનાશીલ વ્યક્તિ ભજન વિના પણ ઇશ્વરને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ભાવનાહીન વ્યક્તિ કેવળ ભજનના બળે લક્ષ્યપ્રાપ્તિ કરી શક્તી નથી લૌક્કિ અને પારલૌક્કિ, ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણને માટે ઉત્કૃષટ ભાવનાઓની અભિવૃદ્ધિ ખુબ આવશ્યક છે.
અખંડ જ્યોતિ, જુલાઈ-1962, પેજ-11














પ્રતિભાવો