યુગ ઋષિની અમર વાણી
October 6, 2009 Leave a comment
વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.
- વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને
- ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
- સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.
- અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
- દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ.
- તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ.
- આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..
Download free (P.D.F. FILE)
વિચારશક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેણે જ મનુષ્ય દ્વારા આ ઊબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાલા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે જ કરશે. તેને દીન, હીન, અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાત્રી પણ તે છે. આજની વસ્સ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસનું શુદ્ધિકરણ. આનું જ બીજુ નામ વિચારક્રાતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાન યજ્ઞ કહે છે.
પં શ્રી રામ શર્મા આચાર્ય
















પ્રતિભાવો