અંતર્મુખી થવાથી જ શાંતિ મળે
October 7, 2009 Leave a comment
અંતર્મુખી થવાથી જ શાંતિ મળે
પોતાની દ્રષ્ટિને બહારથી વાળીને આપણી અંદર નાખવી જોઈએ, અધ્યાત્મના માર્ગનો આધાર લેવો જોઈ. જગતમાં આમતેમ ભટકનારું પ્રાણી આ શીતળ વૃક્ષની નીચે શાંતિ પ્રાપ્ત કરી શકે છે.
જ્યારેપ આપણે બહારથી માયાથી વિમુખ થઈને અંતર્મુખી થઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે આપણા પોતાના સ્થાનેથી બહુ દૂર જઈ ચડ્યા હતા. માણસની ઈચ્છાઓ કદી પૂરી થઇ શકતી નથી. એમને જેટલી તૃપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલી જ તે અગ્નિમાં ઘી નાખવાની જેમ વધારે ભડક્તી જશે. તેથી એ પડછાયાની પાછળ દોડવાના બદલે એમના તરફથી મોં ફેરવી લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જ્યારે આપણા ઘરમાં જ મોતીઓનો ભંડાર ભરેલો છે તો પછી કોડીઓની પાછળ શા માટે ભટકવું જોઈએ ? અંતરમાં જોવાથી, પરમાત્માની નજીક જવાથી એ ચાવી મળી જાય છે, જેનાથી સુખ અને શાંતિના અક્ષય ભંડારનો દરવાજો ખૂલે છે.
પોતાની વાસ્તવિક સ્થિતિને જાણવાથી, આત્મસ્વરૂપને ઓળખવાથી, સંસારના સાચા સ્વરૂપનું જ્ઞાન થવાથી શાંતિની શીતળ ધારા વહે છે, જેનાથી અસંતોષની સળગતી આગ ઠંડી થઈ જાય છે, ત્યારે મનુષ્ય એ મૃગતૃષ્ણાને છોડી દે છે. સાચો સંતોષ મળતાં જ એની બાહ્ય જરૂરિયાતો ખૂબ ઓછી થઈ જાય છે અને ત્યારે ઓછું ઇચ્છનારને ખૂબ મળે છે ત્યારે એને ખૂબ આનંદ મળે છે.
અખંડજ્યોતિ, માર્ચ-1941, પેજ-17














પ્રતિભાવો