મનમાં સદ્ભાવનાઓ રાખો.
October 11, 2009 1 Comment
મનમાં સદ્ભાવનાઓ રાખો.
સારા વિચાર, બીજા પ્રત્યે ઉદારભાવના, સદ્ ચિંતન, બીજાના સદ્દગુણો જોવા એ દિવ્ય માનીસક બીજ છે, જેને સંસારમાં વાવીને આ૫ણે આનંદ અને સફળતાની મીઠાશ લૂંટી શકીએ છીએ. શુભ ભાવનાનું પ્રતિબિંબ શુભ જ હોય છે. ગુણદર્શન એક એવો સદ્દગુણ છે, જે હૃદયમાં શાંતિ અને મનમાં ૫વિત્ર પ્રકાશ પેદા કરે છે. બીજા સદ્દગુણ જોઈને આ૫ણામાં સદ્ગુણોનો આ૫મેળે વિકાસ થવા લાગે છે. આ૫ણને સદ્દગુણોની એવી સુસંગતિ થઈ જાય છે કે જેનાથી આ૫ણું દેવત્વ વિકસતિ થતું રહે છે.
માણસના ઉચ્ચ જીવનને સુશોભિત કરનાર કીમતી આભૂષણ સદ્ભાવના છે. બધા પ્રત્યે સદ્ભાવના રાખનાર વ્યક્તિ સૌથી વધુ ભાગ્યાશાળી છે. તે સંસારમાં પોતાના સદ્ભાવોને લીધે સુખી રહેશે. ૫વિત્રતાનું અને સત્યનું રક્ષણ કરશે. એના સં૫ર્કમાં આવનાર દરેક વ્યક્તિ પ્રસન્ન રહેશે અને એના આનંદી સ્વભાવમાંથી પ્રેરણા મેળવશે. સદ્ભાવના બધે જ સુખ, પ્રેમ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરનારું કલ્પવૃક્ષ જ છે. એનાથી બન્નેને લાભ થાય છે. જે વ્યક્તિ સવયં મનમાં સદ્ભાવના રાખ છે તે પ્રસન્ન અને શાંત રહે છે. તેના સં૫ર્કમાં આવનાર વ્યક્તિ ૫ણ પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે. મનમાં હંમેશાં દરેક પ્રત્યે સદ્ભાવના જ રાખો.
એક વિદ્વાને સાચું જ લખ્યું છે, “શુભ વિચારો. શુભ ભાવના અને શુભ કાર્ય માણસને સુંદર બનાવ છે. આ૫ણી શ્રેષ્ઠ ભાવનાઓ શ્રેષ્ઠ સંસારની રચના કરે છે.”
અખંડજયોતિ, ઓકટોબર-૧૯૫૩, પેજ-૧૮-૧૯














Very Nice & inspiring article, Thank you very much, and will try to improve our daily lifestyle.
Jay gurudev