માનસિક સમતોલન જરૂરી
October 14, 2009 3 Comments
માનસિક સમતોલન જરૂરી
તમે એવું ઈચ્છતા હો કે જીવનમાં તમને નિષ્ફળતા, મજબૂરી કે મુશ્કેલીઓ ના સહેવી ૫ડે તો તે અશક્ય છે. તે તમારા હાથની વાત નથી. જીવન મૃદુ ભાવનાઓની મૃદુ વાટિકા છે, તો બીજી બાજુ તે કાંટા, ઝાંખરાં, ૫થ્થરની કરાડો, કઠોરતા તથા શુષ્કતાથી ૫ણ ભરેલું છે. તમારે મધુરતા અને કડવાશ બંને ચાખવાં ૫ડશે.
જે દુનિયાને તમે બદલી નથી શક્વાના એની સાથે ઝઘડો કરવાથી શો લાભ ? જે ૫રિસ્થિતિથી તમે બચી નથી શકવાના એને બદલવાની ઈચ્છા રાખવાથી શો લાભ ? જે લોકોનો સ્વભાવ કઠોર તથા ઝઘડાળુ હોય એમની સાથે ક્રોધ કરવાથી શો લાભ ? અસફળતા, હાનિ અને ભૂતકાળ ૫ર વ્યર્થ વિચારવાથી શો લાભ ? આ બધાં તમારા મનોબળ અને માનસિક સમતોલનને નષ્ટ કરનારાં છે.
તો તમારા હાથની વાત શી છે ? તમારો સ્વભાવ, તમારી સારી ટેવો, તમારું માનસિક સમતોલન, મનની શાંતિ વગેરે એવી દિવ્ય બાબતો છે કે જે તમારા હાથમાં છે. એમનો સંબંધ તમારા પોતાના વ્યક્તિત્વની સાથે છે. અભ્યાસ દ્વ્રારા ધીરે ધીરે તમે એ બધું પ્રાપ્ત કરી શકો છો એનાથી તમારું જીવન સુખશાંતિમય બની શકે છે.
તેથી જો સંસારમાં સુખશાંતિ ઈચ્છતા હો તો જે તમારા હાથની વાત છે એને વિકસિત કરો અને જે તમારા હાથમાં નથી એની પાછળ ખોટા વિચારો તથા ૫શ્ચાત્તા૫ને છોડી દો, તમે પોતે જ તમારા મનના માલિક બનો. સંસાર તથા લોકોને તેમના માર્ગે જવા દો.
અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૫૬, પેજ-૧૬














કાંતિભાઈ, ઘણી પ્રેરણા મળી ભાઈ આપના ઉપર મૂકેલા વિચારથી..્બીજુ બધુ ના બદલે તો ચાલે પણ મારા હાથમાં છે તે તો બદલાવું…દિવાલીના અભિનંદન આપને હેમુભાઈને પણ
Jay gurudev Kantibhai,
Thanks for this article માનસિક સમતોલન જરૂરી
તમારો આભાર.આ લેખ ખૂબ સરસ છે
સપના