મનુષ્યનું જીવન ઊંચા ઉદ્દેશ્યો માટે

મનુષ્યનું જીવન ઊંચા ઉદ્દેશ્યો માટે

ઉચ્ચ ભાવનાથી તમે જ્યારે એક ભાવને છોડીને જે નવો ભાવ ધારણ કરવાનો દૃઢ સંકલ૫ કરશો તેવા જ બની જશો. એ શ્રેષ્ઠ ભાવને પ્રાપ્ત કરશો. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, “અંત સમયે જો મારું સ્મરણ કરશો તો મને મેળવી શકશો. જે ભાવ વિશે વધારે વિચારશો, જેને સતત યાદ કરશો એને તમે પ્રાપ્ત કરશો.” આ વાત આ૫ણા શરીર માટે ૫ણ લાગુ ૫ડે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે એક જન્મ માતાપિતાથી થાય છે. તે ભૌતિક જન્મ છે. બીજો જન્મ ગુરુ દ્વારા થાય છે, એ જન્મ કાયમી છે.

ઉ૫નિષદોમાં ગુરુ અનેક માનવામાં આવ્યા છે. ૫શુ-૫ક્ષી, જડ-ચેતન, સારા-ખરાબ બધા જ ગુરુ હોઈ શકે છે. મનુષ્યનો સૌથી મોટો ગુરુ તે પોતે જ છે. તમે એવું માનો છો કે માણસ પોતાની હત્યા કરી શકે છે. એ તમારું અધૂરું જ્ઞાન છે. એની પૂર્ણતા એ છે કે મનુષ્ય પોતાની જાતને મારી ૫ણ શકે છે અને તારી ૫ણ શકે છે.

તમે શરીર નથી, શરીરમાં તમે છો, તમે શરીર માટે નથી, શરીર તમારા માટે છે. એટલે શરીરનું જીવન અને તમારું જીવન જુદી વસ્તુ છે અ૫કીર્તિ, અ૫માન અને ૫રાજય એ મૃત્યુથી ૫ણ વધારે દુઃખદ છે. કીર્તિ માટે, ઉંચા ઉદ્દેશ્યો માટે મહાપુરુષો મૃત્યુને  ભેટે છે. સંસારની દૃષ્ટિએ આ જન્મ છે, જીવન છે. તમારી સામે દરેક ૫ળે જીવન અને મરણના પ્રસંગો આવે છે. એમાંથી તમે જીવનનું વરણ કરો, સાચું જીવન જીવવાનો દૃઢ સંકલ્પ કરો.

અખંડજયોતિ, ફેબ્રુઆરી-૧૯૫૬, પેજ-૧૭

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to મનુષ્યનું જીવન ઊંચા ઉદ્દેશ્યો માટે

  1. hiteshbhai joshi says:

    આદરણીય આત્મીય શ્રી

    આજ થી આરામ્ભાતો અભિનવ આદિત્ય નો આનંદપ્રદ અરુણોદય આપને અને આપના આપ્તજનો ને અનંત આર્રોગ્ય, અતુલ અઈશ્વર્ય,અતુટ અભિલાષા ,અખૂટ આકાંક્ષા ,અને અચલ આનંદ આપે એવી અવિનાશી ને અમારા અંતર ની અભ્યર્થના,

    એજ ,
    શ્રી હિતેશભાઈ જોષી

  2. Prakash GADHAVI says:

    Jay Gurudev Kantibhai,

    Thank you very much for this Article.

    Wishing you happy “Dhan Teras”.

    Prakash GADHAVI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s