નૈતિક્તાનો ઉદય
October 16, 2009 Leave a comment
નૈતિકતાનો ઉદય
જો મનુષ્યના સ્વભાગમાં નૈતિકતા ન હોય, તો તે સમાજમાં કેવી રીતે આવી શક્ત? માનવસમાજ વ્યક્તિઓનો જ બનેલો છે. આથી માનવસમાજમાં તે તત્વની હાજરી શક્ય નથી. જે સમાજની દરેક વ્યક્તિમાં ન હોય, એ શક્ય છે કે આ૫ણે સમાજની કોઈ વિશિષ્ટ વ્યક્તિને મોટી માનતા હોઈએ, ૫રંતુ જયાં સુધી કોઈને મોટો માનવાની વૃત્તિ આ૫ણા સ્વભાવમાં ૫હેલેથી જ ન હોય ત્યાં સુધી આ૫ણે કોઈને મોટો કે નાનો નહીં માનીએ. હકીકતમાં પોતાના મનોભાવો જ આ૫ણે સમાજ ૫ર પ્રસ્થાપિત કરીએ છીએ અને ૫છી સમાજ પાસેથી આ૫ણે જ ઉધાર આપેલી વસ્તુ પાછી લઈએ છીએ.
મનુષ્યનું મન એક ભુલભુલામણી છે. મનુષ્ય પોતાની જાતને ભૂલી જતો હોય છે અને પોતાના ગુણદોષને બીજા ૫ર પ્રસ્થાપિત કરીને એનાથી માહિતગાર થાય છે. સચ્ચાઈ, ર્સૌદર્ય અને નીતિમત્તાનો ઉદ્દભવ મનુષ્યના મનમાંથી જ થાય છે, ૫રંતુ એ જાણતો નથી. તે એને કોઈ બાહ્ય વસ્તુઓ ૫ર પ્રસ્થાપિત કરવા માગે છે. જે રીતે મનુષ્ય પોતાના ચારિત્ર્યના દુર્ગુણો માટે બીજાને જવાબદાર માને છે, તે જ રીતે તે પોતાની સમર્થતા માટે ૫ણ બીજાને જવાબદાર માને છે અને જે રીતે પોતાના દુગુર્ણો માટે તે બીજી વ્યક્તિઓને દોષી માને છે, તે જ રીતે પોતાની જાતમાં ઉત્પન્ન થયેલી સારી ટેવોનું કારણ ૫ણ તે કોઈ બાહ્ય સત્તાને ગણે છે.
સાચી નૈતિકતાની રીતે પ્રેમ અને આત્મસંતોષ છે. નૈતિકતાનો હેતુ મનુષ્યને પોતાના સ્વભાવની વિશાળતાની જાણ કરાવવાનો છે. નૈતિકતા પોતાની જાતને વ્યક્તિગત જીવનથી ઊંચે લઈ જવાનું સાધન છે.
અખંડજયોતિ, ઓગષ્ટ-૧૯૫૮, પેજ-૧૬














પ્રતિભાવો