ખરાબ વિચારોનો વિરોધ સદ્દવિચારોથી
November 12, 2009 Leave a comment
ખરાબ વિચારોનો વિરોધ સદ્દવિચારોથી
વિચારોનું મહત્વ કદી ઓછું માની શકાય નહીં. આત્મઘડતર માટે યુગનિર્માણને માટે સદ્દવિચારોનો વધારેમાં વધારે પ્રસાર થવો અત્યંત આવશ્યક છે. ખરાબ વિચારોના ફેલાવાએ આજે માનવને કુકર્મ કરવા માટે, ખોટા માર્ગે ચાલવા માટે વિવશ કર્યો છે અને માનવસભ્યતાને સર્વનાશના કિનારે લાવીને ઊભી કરી દીધી છે. આ સ્થિતિમાં ૫રિવર્તનનો એકમાત્ર ઉપાય છે – સદ્દવિચારોનો ફેલાવો. અવિદ્યાનો અંધકાર કેવળ સદ્દજ્ઞાનના પ્રકાશથી જ દૂર થાય છે.
ખોટા માર્ગે ભટક્તો માનવ આત્મજ્ઞાનના પ્રકાશમાં જ પોતાનો સાચો માર્ગ પ્રાપ્ત કરી શકશે.
ખરાબ વિચારો ફેલાવતાં સાધનો કેટલા બધાં છે – સિનેમા, સાહિત્ય, ગીત વાદ્ય અને બધાંય પ્રત્યક્ષ અને ૫રોક્ષ રૂપે અનીતિમૂલક પ્રેરણા આ૫વામાં વ્યસ્ત છે. કુકર્મી મનુષ્ય પોતાના આચરણથી બીજા લોકોને કુકર્મોનું શિક્ષણ આપે છે. કહેવા કરતાં કરી બતાવવાની વધારે અસર થાય છે. ચોર, જુગારી, વ્યસની, અપ્રમાણિક તથા વ્યભિચારી લોકો પોતાની વાણીથી જ નહીં, ૫રંતુ કર્મોથી ૫ણ બીજાઓને પ્રભાવિત કરીને પોતાના અનુયાયી બનાવે છે. ૫રિણામે ખરાબ વિચારોનો, કુકર્મોનો દોર વધતો જાય છે. તેનો વિરોધ સજ્જનો દ્વારા સદ્દવિચારો અને સત્કર્મોનો પ્રચાર કરવા સિવાય ભલા બીજી કઈ રીતે થઈ શકે ?
અખંડજયોતિ, ડીસેંમબર-૧૯૬૧, પેજ-૩૯














પ્રતિભાવો