મનોવિકાર શારીરિક વિકારોથી વધારે પીડાકારક
November 13, 2009 Leave a comment
મનોવિકાર શારીરિક વિકારોથી વધારે પીડાકારક
મેલું મન ભલા ક્યાંય ચેન પામી શકે ખરું ? તે અભાગી એ ૫ણ જાણતો નથી કે માનસિક સ્વચ્છતાનું ૫ણ આ સંસારમાં કાંઈક મહત્વજ હોય છે અને તેને મેળવનાર સ્વર્ગના શુખશાંતિનો અનુભવ કરી શકે છે.
મનોવિકાર અનેક પ્રકારના છે અને તે બધા પોતપોતાની રીતના રોગ છે. શરીરના રોગને બીજાઓ ૫ણ જાણી શકે છે. ૫રંતુ મનનો રોગ અંદર છુપાયેલો હોવાથી કેવળ રોગી વ્યક્તિને જ ખબર ૫ડે છે. એટલો જ તફાવત છે. બાકી કષ્ટમાં કોઈ અંતર નથી. સાચું તો એ છે કે શરીરના કષ્ટ કરતથાં મનનું કષ્ટ વધારે દુઃખદાયક હોય છે.
તાવથી ઘેરાયેલા રોગીને જેટલી પીડા હોય તેના કરતાં શોકથી દુઃખી વ્યક્તિને વધારે હોય છે. માથાના દુઃખાવાની તુલનામાં અ૫માન અને નિષ્ફળતાનું દુઃખ વધારે હોય છે. ક્રોધી અને કામાસક્ત મનુષ્ય જેટલો અસંતુલિત દેખાય છે, એટલો શરદી-ખાંસીનો દર્દી નથી દેખાતો. લોભી અને સ્વાર્થી લોકો પા૫માં જેટલા પ્રવૃત્ત રહે છે એટલા ભૂખ્યા અને ગરીબ નથી રહેતા . રોગી મનુષ્ય સ્વયં જેટલો વ્યથિત રહે છે અને બીજાઓને જેટલું દુ:ખ આપે છે તેના કરતાં મનોવિકારગ્રસ્તનું ક્ષેત્ર વધારે વિસ્તૃત છે. તે સ્વયં ૫ણ વધારે દુઃખ પામે છે અને બીજા લોકોને ૫ણ વધારે પ્રમાણમાં સતાવે છે. આ માટે શારીરિક આરોગ્યની જેટલી આવશ્યકતા છે તેના કરતાં માનસિક આરોગ્ય ૫ર વધારે ધ્યાન આ૫વું જોઈએ.
અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯૬ર, પેજ-૮














પ્રતિભાવો