બ્રહ્મચર્ય રક્ષણના ઉપાય -
November 30, 2009 Leave a comment
બ્રહ્મચર્ય રક્ષણના ઉપાય -
- સૂર્યોદય ૫હેલાં ઊઠવું, દરરોજ ચાલવું, દોડવું.
- યોગાસન – પ્રાણાયામ કરવા.
- અંકુરિત અનાજનો નાસ્તો કરવો, તેલ, ખટાશ, મરચું-મસાલાનો પ્રયોગ ઓછો કરવો.
- કોઈ વાસનાત્મક વિચાર તરંગ આવતાં જ મનમાં ને મનમાં સ્મરણ કરવું કે હેં વિશુદ્ધ આત્મા છું. ઈન્દ્રિયો મારા વશમાં છે, હું શુભ વિચારું છું, મારા સંકલ્પ મહાન છે. હું વિષયવાસનાની ચુગાલમાં ન ફસાઈ શકું.
- બ્રહ્મચારી થવામાં શાન સમજવી.
- મનને શુદ્ધ અને સાત્વિક વિચારોમાં ૫રોવી રાખવું.
- સદાચારી બનવાનો સંકલ્પ કરવો.
- છોકરીઓ પ્રત્યે ૫વિત્રતાનો ભાવ રાખવો.
- નર્તકીઓ, અભિનેત્રીઓના ગાયન-વાદન, નૃત્ય-અભિનયનું ચિંતન અને સ્મરણ ન કરવું.
- શરીર પોતાનું હોય કે બીજાનું તેને માટીનો પિંડ સમજવું. આત્મા, ચેતના, પ્રાણ ૫ર વિચાર કરવો. એવી વાસના દૂર ભાગશે.
- સંકલ્પ કરો કે સદાચારી બની આગળ વધીશું અને બીજાને આગળ વધારીશું.














પ્રતિભાવો