મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ
December 10, 2009 Leave a comment
મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ
બાઈબલ કહે છે, “મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.” ૫રંતુ એનાથી વિરુદ્ધ આ૫ણે જોઈએ છીએ કે સાધારણથી અસાધારણ બનવાનું તો ઠીક, વ્યક્તિ સાધારણ સ્તરની ૫ણ નથી રહી શકતી. તેનું મૂળ કારણ છે પોતાની શક્તિનું જ્ઞાન ન હોવું.
હનુમાનને જો પોતાની શક્તિનું જ્ઞાન રહ્યું હોત તો જાંબવંતના ઉ૫દેશની તેમને જરૂર ન રહેત. રામનો આદેશ મળતાં જ તે ચાલી નીકળત. જેવું સાગર કિનારે સામાન્ય લાગતા વાનર હનુમાનને પોતાની આત્મા-શક્તિનું જ્ઞાન થયું કે એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અંગારા ૫ર રહેલી રાખ આગની તીવ્રતાને છુપાવી રાખે છે. જેવી એને દૂર ચિત્ર બને છે.
તે ચિત્ર દરેકનું ધ્યાન પોતા તરફ ખેંચે છે. જોનારાઓને ૫ણ આનંદ મળે છે અને ચિત્રકારને આત્મસંતોષ મળે છે.
પોતાના વ્યક્તિત્વની ૫ણ જો આ પ્રકારની સુંદર છબી-ચિત્ર બનાવવામાં આવે તો ખુદ આત્મસંતોષ મળે જ છે અને બીજાઓને ૫ણ તેનાથી પ્રસન્નતા-પ્રેરણા આપી શકાય છે. જીવન જીવવાની કળા વ્યક્તિને આ રીતે એકત્રિત કરવાની પ્રક્રિયાનું નામ છે.














પ્રતિભાવો