આપણી અતૃપ્તિ અને અસંતોષનું કારણ
December 26, 2009 Leave a comment
આપણી અતૃપ્તિ અને અસંતોષનું કારણ
વિવેકશીલ મનુષ્યે પોતાની જરૂરિયાતો પર કઠોર નિયંત્રણ રાખવું જોઈએ. આવશ્યકતાઓને મર્યાદિત રાખવા માટે એક વિશેષ શક્તિની મનોનિગ્રહની જરૂર છે.
એક વિચારકનું કથન છે કે જે મનુષ્ય વધારેમાં વધારે સુખ મેળવવા ઈચ્છતો હોય એના માટે એણે પોતાના મન અને ઈન્દ્રિયોને વશમાં કરવી અત્યંત જરૂરી છે. જો આપણે તૃષ્ણા અને વાસનામાં જ ફસાયેલા રહીશું તો આપણો અસંતોષ કાબૂ બહાર જતો રહેશે.
અનેક પ્રલોભનો આપણને ઝડપથી વશમાં કરી લે છે. આપણે આપણી સ્થિતિને ભૂલીને એમને વશ થઈ જઈએ છીએ અને પછી રડીએ ક્કળીએ છીએ. જીભનો આનંદ, મનોરંજન, આનંદપ્રમોદ આપણને વશ કરી લે છે. આપણે સિનેમાની ભડકીલી જાહેરખબરો જોતાં જ મન પરનો કાબુ ગુમાવી બેસીએ છીએ અને આખો દિવસ ભૂખ્યા રહીને પણ ખોટો ખર્ચ કરી નાખીએ છીએ. આથી આપણા માટે મનોનિગ્રહની ખૂબ જરૂર છે. મન પર સંયમ રાખો, વાસનાઓને નિયંત્રણમાં રાખો, ખિસ્સામાં વધારે પૈસા ના રાખશો. પછી જો જો કે તમે તમારી ઈન્દ્રિયોને વશમાં રાખી શકો છો કે નહિ.
આર્થિક દ્રષ્ટિએ મનોનિગ્રહ અને સંયમનું મૂલ્ય લાખો રૂપિયા કરતાં પણ વધારે છે. જે મનુષ્ય પોતાનો સ્વામી છે અને ઈન્દ્રિયોને પોતાની ઈચ્છાનુસાર ચલાવે છે, વાસનાઓ આગળ ઝૂકતો નથી તે હંમેશા સુખી રહે છે.
અખંડજ્યોતિ, જાન્યુઆરી-1950, પેજ-9














પ્રતિભાવો