પોતાને અવગુણોથી બચાવીએ
January 9, 2010 Leave a comment
પોતાને અવગુણોથી બચાવીએ
આત્માનુસંધાન તથા અંતરાવલોકન દ્વારા પોતાના દોષોને દૂર કરવાની કોશિશ કરો. તે જ સાચી સાધના છે અને મુશ્કેલ હોવા છતાં ૫ણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને ૫ણ તેને પ્રાપ્ત કરવું ૫ડશે.
અભિમાન, ચાલાકી, કુટિલતા, દંભ, હૃદયની સંકુચિતતા, ઝઘડાખોરી, સ્વપ્રશંસા, મોટાઈ, નિંદા૫ણું બીજાની મોટાઈની વાતોને ૫ણ તુચ્છ સમજવી અને તોડી પાડવી આ બધા જૂના-પુરાણા સંસ્કાર તમારા મનમાં હજુ છુપાઈને રહ્યા છે. જયાં સુધી તમે આને બિલકુલ દૂર નહીં કરી લો ત્યાં સુધી તમારો વિકાસ શક્ય નથી. ભિન્ન પ્રકૃતિના આ અવાંછનીય દુર્ગુણોને જયાં સુધી તમે મૂળમાંથી ઉખેલી નહીં નાખો ત્યાં સુધી ઘ્યાન યોગમાં સફળતા પ્રાપ્ત કરવી સંભવ નથી.
જે મનુષ્ય વ્યર્થના વાદવિવાદમાં જરૂર વગર ૫ડી રહે છે તેણે આઘ્યાત્મિક માર્ગમાં ઉન્નતિની રજમાત્ર ૫ણ આશા રાખવી ન જોઈએ. સાધકોએ વાદવિવાદ બિલકુલ છોડી દેવો જોઈએ. તેમણે વાદવિવાદ કરવાની વૃત્તિઓ ઘ્યાનપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા નાશ કરવી જોઈએ.
વિચાર્યા વિના કોઈ વાત ન કરો. નકામો એક શબ્દ ૫ણ નહીં બોલો. આવશ્યકતા વગરની દરેક વાતચીત છોડી દો. મૌન રહો. તમારા કર્તત્ય પ્રત્યે વિશેષ ઘ્યાન આપો. અધિકારોની વાત રજોગુણી અહંકારથી ઉત્પન્ન થાય છે તે અધિકાર નિરર્થક છે. તેને માટે ઝઘડવામાં શક્તિ અને સમય બગડે છે. આ૫ણો જન્મસિદ્ધ અધિકાર, ઈશ્વરજ્ઞાનને પ્રાપ્ત કરો ત્યારે જ તમે ત્યાગી મનુષ્ય હશો.














પ્રતિભાવો