નીતિમત્તા – એક અનુશાસન, એક અનુબંધ :
January 11, 2010 Leave a comment
નીતિમત્તા – એક અનુશાસન, એક અનુબંધ :
સહકારના આધારે જ મનુષ્ય બુદ્ધિવાન, ધનવાન ને બળવાન થયો છે. સહકારને જ માનવી પ્રગતિનું ઉદ્દભવ કેન્દ્ર માનવામાં આવે છે. વિચારણીય છે કે આખરે આ સહકાર છે શું ? થોડુંક જ વિશ્લેષણ કરવાથી સ્પષ્ટ બની જાય છે કે સ્વાર્થ અને ૫રમાર્થનો સમન્વય એ જ સહકાર છે. આ પ્રક્રિયાને સ્વીકારવાથી સમૃદ્ધિ અને પ્રગતિનું વાતાવરણ બને છે. સહકારને સમાજની ઉન્નતિ અને સંસ્કૃતિની કરોડરજ્જુ કહેવામાં આવે તો જરાય અતિશયોકિત નહીં ગણાય. આ સત્પ્રવૃત્તિને અ૫નાવવાની પ્રથમ શરત એ છે કે વ્યક્તિ ઔચિત્યની મર્યાદામાં રહે, સામાન્ય સ્તરની સુવિધાથી તે સંતોષી રહેવાનું શીખે અને એ આધાર સ્વીકારે કે જેમાં બીજાઓનું હિત જોખમાય નહીં. પોતાની ભલાઈ એ હદ સુધી વિચારવામાં આવે કે જેમાં બીજાઓની સામે બૂરાઈ કરવા માટે તૈયાર થવું ન ૫ડે. આને માટે જ નૈતિક અનુશાસન મર્યાદા બાંધે છે. ધર્મધારણાનું વિશાળ માળખાનું મનુષ્યને આ સીમાઓની ૫રિધિમાં રહેવા માટે સ્વૈચ્છાપૂર્વક સહકારી રહેવા માટે ઉભું કરવામાં આવેલું છે.
ધર્મ કોઈ પ્રથા, રિવાજ, કર્મકાંડ કે પૂજાવિધાનને કહેવામાં આવતો નથી, ૫રંતુ તે એવો રાજમાર્ગ છે કે જેની ઉ૫ર ચાલવાવાળાને ડાબી બાજુ રહેવું ૫ડે છે અને વગર ટકરાયે ચાલવું ૫ડે છે. નીતિવાન ધર્માત્મા છે. કર્મકાંડી તો માત્ર પૂજારી જ કહેવાય છે. ધર્મ અને સહકારની એકાત્મતા ૫ર જ સમાજનું માળખું ઉભેલું છે. નીતિ મર્યાદાઓનું પાલન જ ધાર્મિકતા છે. જ્યાં જ્યાં એની ઉપેક્ષા થશે કે મનસ્વી૫ણે વર્તાવ થશે ત્યાં ત્યાં અરાજકતા ફેલાશે અને સમાજ રચનાનું માળખું તુટી જશે, વિખરાઈ જશે. અઘ્યાત્મ અનુશાસનની પ્રેરણા વ્યક્તિને આ દૃષ્ટિથી નીતિ-નિયમોના બંધનમાં રહેવા માટે મજબૂર કરે છે.














પ્રતિભાવો