ક્ષણેક્ષણનો સદુ૫યોગ કરો.
January 13, 2010 Leave a comment
ક્ષણેક્ષણનો સદુ૫યોગ કરો.
સમય જ જીવન છે. જેણે સમયનો જેટલો સદુ૫યોગ કર્યો તે એટલું જ જીવ્યો એમ કહી શકાય.
આ તથ્યને ઘ્યાનમાં રાખીને એકએક ક્ષણનો સદુ૫યોગ કરો.
આળસપ્રમાદને પાકા શત્રુ માનો અને તેમને પાસે જ આવવા ન દો.
આ બાબતમાં પોતે પાડેલી ટેવોને સુધારો. ઘ્યાનપુર્વક જોતા રહો કે કામ ઉદાસ મનથી, અવગણનાપૂર્વક કે ધીમી ગતિથી તો નથી થતું ને ?
ઉચિત તત્પરતા અને સ્ફૂર્તિથી થાય છે કે નહિ ?
સમય, શ્રમ અને ૫રિપૂર્ણ મનોયોગથી જ કામનું સ્વરૂ૫ શ્રેષ્ઠ અને હેતુ પૂર્ણ બને છે.














પ્રતિભાવો