વસંતપંચમીના શુભ પર્વે નિમિત્તે
January 21, 2010 Leave a comment
આજના તા. ૨૦.૦૧.૨૦૧૦ મહા શુદ પાંચમ વસંતપંચમી ઉંમગોનો દિવસ છે.
પ્રેરણાનો દિવસ છે. પ્રકાશનો દિવસ છે,
વસંતના દિવસોમાં ઉમંગો આવે છે.
ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

વસંત પંચમીના શુભ દિવસે આજે યુગઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્યના આધ્યાત્મિક જન્મ દિવસ નિમિત્તે
ગુજરાતી બ્લોગજગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં ક્રાંતિકારી વિચારો યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે.
‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’ એ સ્વાઘ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે અને ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ અમૃતરૂપ વિચારો
ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ વિકસતો જાય છે.
તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે.

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે. આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામનાઓ સાથે વેદમાતા ગાયત્રીને પ્રાર્થના…!!














પ્રતિભાવો