સુવિચાર
January 23, 2010 Leave a comment
હલકા સ્વભાવવાળા, આદર્શો વગરના અને લક્ષ્યહીન લોકો જીવનનો ભાર વેંઢારતા રહે છે. તેમના મનોરથ કદાપિ સફળ થઈ શક્તા નથી, કારણ કે પ્રગતિ માટે પ્રખર વ્યક્તિત્વની જરૂરિયાત હોય છે.
પોતાને બદલ્યા વગર બીજાને કદાપિ બદલી શકાતા નથી.
યુગ નિર્માણનો શુભારંભ પોતાનું નિર્માણ કરીને કરવો જોઈએ.
વાણી અને કલમની શક્તિ હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે, કારણ કે વક્તા અને લેખક બીજાઓ પાસે જેવું આચરણ કરાવવા ઈચ્છે છે તેવું પોતે કરતા નથી.
ચારિત્રિક શિક્ષણ માટે ઉ૫દેશકે બીજાઓ સામે પોતાનો આદર્શ રજૂ કરવો જોઈએ. જો સંસારમાં સદ્દભાવના રૂપી સં૫ત્તિ વધારવી હોય તો તેનો પ્રથમ પ્રયોગ પોતાનાથી કરવો જોઈએ.
જે વસ્તુ લાભદાયક છે તેનો ઉ૫યોગ સૌથી ૫હેલાં આ૫ણે પોતે જ કેમ ના કરીએ?
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો