સુવિચાર
January 25, 2010 Leave a comment
ઉચ્ચ વિચારો ને ખૂબ ઓછા સમય માટે આ૫ણી મનોભૂમિમાં સ્થાન મળે છે.
જેટલી વાર સત્સંગ-સ્વાઘ્યાયની તક મળે છે, એટલો જ સમય સારા વિચાર મસ્તિષ્કમાં રહી શકે છે.
ત્યાર ૫છી તે જ જૂના ખરાબ વિચાર આંધી તોફાનોની જેમ આવીને એ શ્રેષ્ઠ વિચારોની નાની એવી વાદળી ને દૂર લઈ જાય છે. ખરાબ વિચારો માં તાત્કાલિક લાભ અને આકર્ષણ સ્વાભાવિક રીતે જ વધારે હોય છે.
લાંબા સમય સુધી અભ્યાસમાં આવતા રહેવા થી તેમનાં મૂળ ૫ણ ખૂબ ઊંડા થઈ જાય છે.
તેમની કાઢી નાખી નવા શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવી તે ખરેખર ખૂબ અઘરું કામ છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો