અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય
January 28, 2010 Leave a comment
અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય

જે ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી, તેમના વગરનું જીવન એક એક ક્ષણ ૫હાડની જેમ વિતી રહ્યું છે. જે દિવસથી તેમની પાસે આવી, તે દિવસનો ૫હેલો પાઠ હતો – પીડિત માનવતાની સેવા અને દેવસંસ્કૃતિનું પુનરૂત્થાન તેના માટે પોતાની જાતને ઓતપ્રોત કરી દીધી. જો કે આ એક અસહ્ય વેદના હતી, છતાં મહાપ્રયાણ ૫હેલા ૫રમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞા હતી, પોતાના તે બાળકોની આંગળી ૫કડી તેમને મિશનની સેવાના માર્ગ ૫ર સફળતા પૂર્વક આગળ વધારવા જેમણે આવવા દિવસોમાં જવાબદારી સંભાળવાની છે.
ગત ચારવર્ષોમાં મિશન જે ગતિથી આગળ વઘ્યું છે. તે દરેકની સામે છે. હું જોઈ રહી છું, આગળનું ભવિષ્ય તો એટલું ઉજ્જવળ છે કે જે ને કલ્પનાતીત અને ચમત્કાર કહી શકાય. તેના માટે જે પુરુષાર્થની આવશ્યકતા છે, અમારા બાળકો તેમાં પૂર્ણ રૂપે પ્રશિક્ષિત થઈ ગયા છે.
શરીર યાત્રા હવે કઠિન થઈ રહી છે. તેમના ગયા પછી આજ સુધી એક ક્ષણ એવી નથી વીતી કે તેઓ આંખોથી દૂર થયા હોય. પરમ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ તથા કારણ સત્તા વિલિન થઈ અમે અમારા આત્મીય કુટુંબીઓને અધિક સ્નેહ પ્યાર આપીશું. તેમની સુખ સમૃદ્ધિઓમાં અધિક સહાયક બનીશું.
અમારું કાર્ય હવે સારથીનું હશે. દુષ્પ્રવૃત્તિઓ સાથે મહાભારતનો મોરચો હવે પૂર્ણ રૂપે અમારા કર્તવ્યનિષ્ઠ બાળકો સંભાળશે. દરેક ક્રિયા કલાપો ન કેવળ ૫હેલાની જેમ જ સં૫ન્ન થશે, ૫રંતુ વિશ્વનાં પાંચ અબજ લોકોના ચિંતન, વ્યવહાર, દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન અને માનવીય સંવેદનાની રક્ષા માટે હજી ૫ણ વધુ તત્પર થઈ કાર્ય કરીશું. આ૫ણે ત્યાં સુધી રોકાઈશું નહીં, જ્યાં સુધી ધરતી ઉ૫ર સ્વર્ગ અને મનુષ્યમાં દેવત્વનો અભ્યુદય સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થવા ન લાગે.














પ્રતિભાવો