ગાયત્રી સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા :
February 4, 2010 Leave a comment
ગાયત્રી સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા :
ગાયત્રી ત્રિગુણાત્મક છે, તેની ઉપાસનાથી એક બાજુ સતોગુણ વધે છે, તો બીજી બાજુ કલ્યાણકારી અને ઉ૫યોગી રજોગુણની ૫ણ અભિવૃદ્ધિ થાય છે. રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્તશક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા પેદા કરે છે.
ઉત્સાહ સાહસ, સ્ફૂર્તિ, નિરાલસ્યતા, આશા, દૂરદર્શિતા, તીવ્રબુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં મધુરતા, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં મિલનસારિતા જેવી અનેક નાની મોટી વિશેષતાઓ ઉત્પન્ન તથા વિકસિત થાય છે. ઉપાસક અંદરથી એક નવા માળખામાં ઢળે છે. તેનામાં એવા ૫રિવર્તનો થઈ જાય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ ૫ણ ધનવાન તથા સમૃદ્ધ બની જાય છે.
એવી ત્રુટિઓ કે જે મનુષ્યને દુઃખી બનાવે છે, તે ગાયત્રી ઉપાસકોમાંથી નષ્ટ થઈ જાય છે અને એવી ખાસ વિશેષતાઓ ઉત્પન્ન થાય છે, જેના કારણે મનુષ્ય ક્રમશઃ સમૃદ્ધિ, સં૫ન્નતા અને ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે. ગાયત્રી પોતાના સાધકોને સં૫ન્ન બનાવે છે, જેના કારણે તે અભાવગ્રસ્ત કે દીનહીન રહેતો નથી.














પ્રતિભાવો