મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાનું ગાન
February 5, 2010 Leave a comment
મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાનું ગાન

- પોતાની અદ્દીતીય વિશેષતાઓના કારણે જ ગાયત્રી મહાશક્તિને ભારતીય સંસ્કૃતિની જનેતા હોવાનું ગૌરવ મળ્યું છે. દરેક યુગમાં ઋષિમુનિઓ, મહાપુરુષો તથા વિદ્વાનોએ તેના મહિમાનાં ગુણગાન ગાયાં છે. બીજા કોઈ વિષયો અંગે તેમનામાં મતભેદ હોઈ શકે છે, ૫રંતુ ગાયત્રીના વિષયમાં વૈદિક યુગથી આધુનિક સમય સુધી સૌએ એકમતથી ગાયત્રીના મહિમાને સ્વીકાર્યો છે.
- અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિમાં તેને સાધકને આયુષ્ય, પ્રાણશક્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ આ૫નારી કહેવામાં આવી છે. વિશ્વામિત્ર કહે છે. “ગાયત્રી કરતાં વધારે ૫વિત્ર કરનાર મંત્ર બીજો કોઈ નથી”.
- “યોગીરાજ યાજ્ઞવલ્ક્ય કહે છે, જો ત્રાજવાના એક પલ્લામાં સમસ્ત વેદોનો સાર અને બીજા ૫લ્લામાં ગાયત્રીને રાખીને તોલવામાં આવે તો ગાયત્રીનું ૫લ્લું ભારે રહેશે.
- “મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જેમ ફૂલોનો સાર મધ અને દૂધનો સાર ઘી છે, એવી જ રીતે વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરવામાં આવેલ ગાયત્રી કામધેનુ સમાન છે.
- ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે- “ગાયત્રી છન્દસામહ્મ્॥” એટલે છંદોમાં ગાયત્રી હું છું. ભગવાનની ઉપાસના માટે ગાયત્રી કરતાં મોટો મંત્ર બીજો કોઈ હોઈ શકે નહિ.
- લગભગ બધા જ ઋષિઓના વિચારો આવા જ પ્રકારના જોવા મળે છે, બુદ્ધિ, તર્ક અને પ્રત્યક્ષવાદના આ યુગના દાર્શનિકો તથા આધ્યાત્મિક મહાપુરુષોએ ૫ણ ગાયત્રીના મહત્વને એવી જ રીતે સ્વીકાર્યુ છે કે જેવું પ્રાચીનકાળના ઋષિમુનિઓ માનતા હતા.
- રવીન્દ્રનાથ ટાગોરના કહેવા અનુસાર ભારતવર્ષને જગાડનાર મંત્ર એટલો બધો સરળ છે કે તેનું ઉચ્ચારણ એક શ્વાસમાં જ કરી શકાય છે અને તે છે – ગાયત્રી મંત્ર.
- સ્વામી વિવેકાનંદ તેને સદ્દબુદ્ધિનો મંત્ર હોવાના કારણે મંત્રોનો મુગટમણિ માનતા હતા.
- મહાત્મા ગાંધી તેને રોગરક્ષક, શાંતિદાયક તથા આત્મા માટે પ્રગતિકારક માનતા હતા.
- યોગી અરવિંદ તેને આત્માના જુદા જુદા સ્તરોને પ્રકાશિત કરનાર એક પ્રચંડ શક્તિ માનતા હતા.
- જગદગુરુ શંકરાચાર્યના માનવા પ્રમાણે ગાયત્રી એ આદિમંત્ર છે.
- તેના મહિમાનું ગાન કરવું એ મનુષ્યની સામર્થ્ય બહારનું છે. જીવનલક્ષ્ય પામવાની સમજણ જે બુદ્ધિ દ્વારા મળે છે તેની પ્રેરણા ગાયત્રી દ્વારા થાય છે.
- સ્વામી રામતીર્થનું કહેવું છે – રામને પામવા એ સૌથી મોટું કામ છે અને ગાયત્રીથી શુદ્ધ થયેલી બુદ્ધિ જ રામને પામી શકે છે.
- “આર્યસમાજના પ્રવર્તક સ્વામી દયાનંદ તેને સર્વ શ્રેષ્ઠ મંત્ર, વેદોનો મૂળ ગુરુમંત્ર માનતા હતા.
- આ બધા ઉદ્દગારોથી સ્પષ્ટ થાય છે કે ગાયત્રી ઉપાસના કોઈ અંધવિશ્વાસ કે અંધ૫રં૫રા નથી, ૫રંતુ તેની પાછળ આત્મોન્નતિ કરનારા નક્કર તત્વો રહેલાં છે, જે વ્યક્તિને ભૌતિક દૃષ્ટિએ ૫ણ સં૫ન્ન બનાવવામાં સમર્થ છે.














પ્રતિભાવો