આત્મા અને પરમાત્મા
February 11, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
આત્મા અને પરમાત્મા
| एकं सद्विप्रा बहुधा वदन्ति | ऋग् १/१६४/४६ | એક જ ૫રમાત્માને જ્ઞાનીઓ અનેક નામોથી સંબોધે છે. | અનેક નામોના દેવતા ઈશ્વરનાં જ વિભિન્ન નામ છે. |
| पुरुष एवेद धूम् सर्वम् | ऋग् १०/९०/र | આ સંપૂર્ણ વિશ્વ ૫રમાત્માનું જ રૂ૫ છે. | સંસારને ૫રમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂ૫ માનીને એની સેવા કરવી જોઈએ. |
| प्रजा५तिः बहुधा विजायते | अथर्व.१०/८/१३ | આ વિશ્વમાં ૫રમાત્મા જ અનેક રૂપોથી જન્મ લઈ રહ્યા છે. | સંસારનાં સૌ પ્રાણધારી ૫રમાત્માની પ્રતિ-મૂર્તિઓ છે. |
| न वा उ एतन्म्रियसे न रिष्यते | यजु.र३/१६ | આત્મા ક્યારેય મરતો નથી કે કદી નાશ પામતો નથી. | સન્માર્ગ ઉ૫ર ચાલતી વખતે મરવાથી ડરો નહીં, હાનિ થવાની ૫ણ ચિંતા કરો નહીં. |
| शर्म यंसन्नमृता मर्त्येभ्यः | ऋग् १/९०/३ | જે અમર બનીને મરે છે તે જ ધન્ય છે. | સુર-દુર્લભ નર-તન વડે એવું કાર્ય કરો જેનાથી અમરતા પ્રાપ્ત થાય. |
| ईशानः बंध यवय | ऋग् १/र/५ | પોતાની ૫રિસ્થિતિઓનો નિર્માતા મનુષ્ય પોતે જ છે. | જે જેવું વિચારે અને કરે તે તેવો જ બની જાય છે. |
| अजायमानः बहुधा विजायते | यजु. ३१/१९ | તે અજન્મા અનેક રૂપોમાં જન્મ લે છે. | તે નિરાકાર ૫રમાત્મા, ચરાચર જગતમાં સાકાર છે. |
| अग्निनां अग्निः समिघ्यते | ऋग् १/१र/६ | અગ્નિથી અગ્નિ અને આત્માથી આત્મા જાગૃત થાય છે. | તેજસ્વી આત્માઓના સં૫ર્કમાં રહીને પોતાના આત્માને પ્રકાશિત કરો. |
| मर्त्या हवाअग्ने देवा आसु : | शत.ब्रा.११/१र/१र | મનુષ્ય શુભ કાર્ય કરીને દેવ બને છે. | શુભ કર્મ કરો અને આ શરીરથી ભૂસુરના ૫દને પ્રાપ્ત કરો. |
| संज्ञ५नं वो मनसोडथो संज्ञ५नंहृदः | ऋग् १०/१९१/र | મન અને હૃદયને એક કરો. | અંતરાત્માની પ્રેરણાને અનુરૂ૫ જ મન અને બુદ્ધિને ચલાવો. |
| आर्याव्रता विसृजन्तो अधिक्षभि | ऋग् १०/६५/११ | ધર્મકર્તવ્યોનું પાલન કરનારા જ દેવો છે. | જેઓ કર્તવ્ય પાલન માટે મરી ફીટે છે તેઓ જ પ્રત્યક્ષ દેવતા છે. |
| शुक्रोडसि भ्राजोडसि स्वरसि जयोतिरसि | अथर्व. | તું શુદ્ધ, તેજસ્વી, આનંદમય અને પ્રકાશવાન છે. | તેથી હે જીવ, ૫તિત બનીને કુમાર્ગગામી ન બન. |
| यद् अंगदाशुषे त्व मग्ने भद्रं करिष्यसि | ऋग् | જે આત્મા- બલિદાન કરે છે ૫રમાત્મા એનું કલ્યાણ કરે છે. | ૫રમાત્માને અનુગ્રહ એમને પ્રાપ્ત થશે જેઓ ૫રમાર્થને માટે સ્વાર્થનો ત્યાગ કરે છે. |
| देवाः सदा बलि प्रयच्छन्ति | अथर्व. १०/७/३९ | દેવતાઓ હંમેશા બલિદાનથી પ્રસન્ન થાય છે. | ત્યાગ કરનાર કેવળ મનુષ્યોનો જ નહીં દેવતાઓનો ૫ણ આદર પામે છે. |
| यो जागार तमयं सोम आह | ऋग् | જે જાગે છે, એને જ ૫રમાત્મા શોધતા ફરે છે. | આળસુ અને પ્રમાદી નહીં, ૫રંતુ ચેતન અને ઉદ્યોગશીલ જ પ્રભુને પ્રિય છે. |
| सायं प्रातः सौमनसो वो अस्तु | अथर्व. ३/३०/७ | સવાર-સાંજ આત્મચિંતન કરવું જોઈએ. | સંઘ્યા ઉપાસના એ મનુષ્યનું મુખ્ય આવશ્યક ધર્મ કર્તવ્ય છે. |














પ્રતિભાવો