સત્ય અને સદ્દવિચાર
February 11, 2010 Leave a comment
વેદોની સોનેરી સુક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
| त्वं नो मेधे प्रथमा |
( अथर्व. ६/१०८/१) |
સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે. | જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે. |
| सत्यं वक्ष्यामि नानृतम् |
( अथर्व. ४/९/७) |
અસત્ય નહીં, સત્ય જ બોલો, | સત્યના માર્ગ ઉપર ચાલવું એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે. |
| ऋतं वदन्तो अनृतं रयेम |
( अथर्व. १८/१/४) |
સત્યવાદીઓ, અસત્યને અપનાવો નહીં. | જે અસત્યને અપનાવે છે તે સર્વસ્વ ખોઈ બેસે છે. |
| सत्यमेव जयते नानृतम् |
( मुंडक. ३/१/५) |
સત્ય જ જીતે છે, અસત્ય નહી. | જૂઠમાં આકર્ષણ હોઈ શકે, પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે. |
| यदन्तरं तद्वाह्यं यद्वाह्यं तदन्तरम् |
( अथर्व.) |
જે અંદર છે તેને જ બહાર પકટ કરો, જેને બહાર કહો છો તેને જ અંદર રાખો. | જેની અંદર-બહાર એક જ વાત છે તે નિષ્કપટ વ્યક્તિ ધન્ય છે. |
| ऋतस्य श्लोको बधिराततर्द कर्णा |
( ऋग् .) |
સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે. | જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ. |
| दंते दंहमाज्योक्रे संदशि जीव्यासम् |
( यजु .) |
સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો. | ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે. |
| शंन: सत्यस्य पतयो भवन्तु |
( अथर्व१९/१७/१.) |
સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે. | પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે. |
| सुग: पन्था अनृक्षर आदित्यास ऋतं यते |
( ऋग् १/४१/१४.) |
સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે. | કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે. |
| भद्रं कर्णेभि: शृनुयाम |
( यजु ३०) |
કાનો વડે સારા વિચાર જ સાંભળો. | બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો. |
| तमो व्यस्य |
( अथर्व १२/३/१२) |
અંધકારમાં પડ્યા રહો નહીં. | જે અજ્ઞાન અને આળસમાં ડૂબેલો છે તે અંધારામાં ભટકશે. |
| जीवितां ज्योतिरभ्येहि |
( अथर्व ८/२/२) |
જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે | વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે. |
| श्वसित्यप्शु हंसो न सीदन् |
( ऋग १/६५/६६) |
હંસની જેમ ગુણગ્રાહક બનો | બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો. |
| ये श्रद्धा धनकाम्या क्रव्यादा समासते |
(अथर्व १२/२/५१) |
જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે. | આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં. |
| अचेतनस्य पथ: मा विदुक्ष: |
( ऋग् ७/४/७) |
અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે તે માર્ગ પર ન જાઓ. | અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને સુખની આશા રાખે છે. |
| मा गतानामादीधीथा |
( अथर्व ८/१/८) |
ગુજરી ગયેલાં માટે શોક ન કરો. | સંસારની દરેક વસ્તુ નાશવંત છે, નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ? |
| मा क्रुध : |
( अथर्व ११/२/२०) |
ક્રોધ ન કરો. | ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે, એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે. |
| मा विदिध्य : |
( अथर्व ९/१८) |
ચિંતા કરવી નકામી છે. | ચિંતામાં લોહી બાળવા અને સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો. |














પ્રતિભાવો